તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

90 તલાટીની જગ્યા માટે 60,000 ફોર્મ, આજે છેલ્લો દિવસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લામાં તલાટી કમ મંત્રીની 90 જગ્યા ભરવાની સરકારે મંજૂરી આપી હતી. જેને પગલે તલાટીની જગ્યા માટે 60,000થી વધુ અરજીઓ આવી ગઇ છે. જુનિયર ક્લાર્કની 52 જગ્યામાં પણ આવી જ સ્થિતિ રહી છે. અરજીઓની આટલી સંખ્યાનું પ્રમાણ આવતા અધિકારીઓ પરીક્ષા લેવા માટે કઇ રીતે વ્યવસ્થા થશે તેની અવઢવમાં પડી ગયા છે. અરજદારો પૈકી માત્ર અડધા એટલે કે 30,000 જ પરીક્ષા આપે તો પણ તંત્ર માટે તે મોટો પડકાર છે. બીજી તરફ શનિવારે હજુ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે કુલ કેટલી અરજી આવી તેનું ચિત્ર કાલે સ્પષ્ટ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...