તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાટ-જાડેજાની આતશી સદીઓથી ક્રિકેટરસિકો ખુશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રન મશીન અને પાટા પીચ તરીકે ઓળખાતી રાજકોટની પીચ પર ટીમ ઇન્ડિયાના બેટસમેનોએ કેરેબિયન બોલરોની ધોલાઇ કરી રનોની આતશબાજી કરી હતી. ટીમ ઇન્ડિયાએ 3 શતક અને બે અર્ધશતક સાથે અધધ 649 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. ટેસ્ટ મેચ નં.2319 ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બુધવારથી શરૂ થયો હતો. ટીમ ઇન્ડિયામાં સામેલ સન ઓફ સૌરાષ્ટ્ર ચેતેશ્વર પૂજારાએ શાનદાર 86 રન કર્યા બાદ ગુરુવારે વધુ એક લોકલ બોય સર રવિન્દ્ર જાડેજાએ અણનમ સદી ફટકારતા સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોએ ચિચિયારીઓ પાડી બિરદાવ્યો હતો. જેથી રવિન્દ્રએ તેની લાક્ષણિક અદાથી બેટને તલવારની માફક ફેરવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ પણ શાનદાર ઈનિંગ રમી 139 રન કર્યા હતા. મેચના બીજા દિવસે ચારેક હજાર ક્રિકેટરસિકો તેમજ સ્કૂલનાં બાળકોએ મેચ નિહાળ્યો હતો. બીજા દિવસની રમતનાં અંતે વેસ્ટ ઇન્ડિઝની ટીમનાં છ બેટસમેનને આઉટ કરી દેતા મેચ રોમાંચક બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...