તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાદુરસ્ત તબિયત છતાં નમ્રમુનિ મહારાજ ઉપસ્થિત રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નમ્રમુનિ મહારાજની તબિયત શુક્રવારે ખરાબ થતા તેમને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. નાદુરસ્ત તબિયત હોવા છતાં મહારાજ આ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને પ્રવચન પણ આપશે. વિશ્વાસ આધારિત આ સંસારમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ જાય છે ત્યારે સંબંધોમાં કેવી રીતે કડવાશની વાસ આવી જાય છે, આ વિષય પર વધારે પ્રકાશ આપતા નમ્રમુનિ મહારાજ પ્રવચન ફરમાવશે તથા અન્ય પ્રસિદ્ધ વક્તાઓ દ્વારા આ વિષય પર સંબોધન કરશે.

મહિલા સંમેલનનો બે દિવસનો કાર્યક્રમ
06 ઓક્ટોબરે સવારે 07.00 થી 08.00 કલાક ધ્યાનસાધના

સવારે 09.00 થી બપોરે 12.00 કલાક દરમિયાન ‘સંબંધનો શ્વાસ- વિશ્વાસ કાર્યક્રમ

બપોરે 01.30 થી સાંજે 05.30 કલાક દરમિયાન ‘બગડેલા સંબંધોને સુધારવાના ઉપાયો‘ વિષય પર વકતૃત્વ સ્પર્ધા

07 ઓક્ટોબરે સવારે 07.00 થી 08.00 કલાકની ધ્યાનસાધના

09.30 થી 12.30 કલાક દરમિયાન ‘સબંધોની વાસ અને સુવાસ‘ વિષય પર અભિનય સ્પર્ધા

બપોરે 03.00 થી 05.00 દરમ્યાન નમ્રમુનિના મુખેથી અનોખી ‘સંબંધોથી સિધ્ધત્વની યાત્રા’ પ્રવચન.

અન્ય સમાચારો પણ છે...