Home » Gujarat » Junagadh Jilla » Div » Div - થોરાળામાં યુવક પર ફાયરિંગ કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયો

થોરાળામાં યુવક પર ફાયરિંગ કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 02:56 AM

80 લાખની ચોરીના ગુનામાં પણ વોન્ટેડ હતો લેણદારો પર રોફ જમાવવા ભડાકા કર્યાની કબૂલાત, આજે સ્થળ પર લઇ જઇ સરભરા...

  • Div - થોરાળામાં યુવક પર ફાયરિંગ કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયો
    શહેરના થોરાળા વિસ્તારમાં 15 દિવસ પૂર્વે યુવક અને તેના મકાન પર અંધાધૂંધ ફાયરિંગ કરનાર કુખ્યાત તસ્કરને પોલીસે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. કુખ્યાત તસ્કર જેતપુરની 80 લાખની ચોરીના ગુનામાં પણ વોન્ટેડ હતો. નામચીન શખ્સને શનિવારે થોરાળા વિસ્તારમાં લઇ જઇ સરભરા કરવામાં આવશે.

    થોરાળા વિસ્તારના ગંજીવાડામાં રહેતા અબ્દુલ સુલેમાનભાઇ નામના યુવકના ઘરે ગત તા.26ના જઇ હિતેષ ઉર્ફે હિતીયો ધનજી ખીમસુરિયા (ઉ.વ.28) અને તેના સાગરીતોઅે અબ્દુલ પર તેમજ તેના ઘર પાંચેક રાઉન્ડ ફાયર કરી અબ્દુલની હત્યાની કોશિશ કરી હતી. અંધાધૂંધ ફાયરિંગ કરી હિતેશ અને તેના સાગરીતો કારમાં નાસી ગયા હતા. દરમિયાન હિતેષ ખીમસુરિયા આજીડેમ ચોકડી માંડા ડુંગર તરફ જવાના રસ્તા પર કારમાં હોવાની હકીકત મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ કાનમિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે કારમાંથી જ હિતેશને દબોચી લીધો હતો. પોલીસે તલાસી લેતા હિતેશના કબજામાંથી બે કાર્ટિઝ લોડેડ દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે કાર, પિસ્ટલ, કાર્ટિઝ સહિત કુલ રૂ.1,16,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, હિતેશ અગાઉ અનેક ચોરીના ગુનામાં સંડોવાઇ ચૂક્યો છે અને અગાઉ તેની ધરપકડ પણ થઇ હતી. બે વર્ષ પૂર્વે થોરાળા પોલીસ મથકમાં હથિયાર અંગે તેની સામે ગુનો નોંધાયો હતો, જેમાં તેની ધરપકડ બાકી હતી. આ ઉપરાંત અઢી વર્ષ પૂર્વે જેતપુરમાં થયેલી રૂ.80 લાખની ચોરીમાં તેનું નામ ખુલ્યું હતું પરંતુ તે હાથ આવ્યો નહોતો. જેતલસર રેલવેના ચોરીના ગુનામાં કોર્ટે જામીન રદ કર્યા છતાં તે હાજર થયો નહતો. પાંચથી વધુ ગુનામાં ફરાર હિતેશ ઝડપાતા અનેક ગુનાના ભેદ ઉકેલાવાની આશા સેવાઇ રહી છે. લેણદારો અને હરીફો પર રોફ જમાવવા માટે ફાયરિંગ કર્યાની તેણે કેેફિયત આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ