Home » Gujarat » Junagadh Jilla » Div » Div - સ્વાઈન ફલૂના લક્ષણોવાળા દર્દીઓએે જાહેરમાં ફરવું નહીં

સ્વાઈન ફલૂના લક્ષણોવાળા દર્દીઓએે જાહેરમાં ફરવું નહીં

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 02:56 AM

તંત્રની સ્વાઈન ફલૂને વકરતો રોકવા સરકારી હોસ્પિટલને એલર્ટ રહેવા તાકીદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવી...

  • Div - સ્વાઈન ફલૂના લક્ષણોવાળા દર્દીઓએે જાહેરમાં ફરવું નહીં
    રાજ્યમાં સ્વાઈન ફલૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. સપ્ટેમ્બર માસમાં છેલ્લાં 13 દિવસમાં રાજ્યમાં 63 કેસ નોંધાયા છે, જેમાંથી એકનું મોત નિપજ્યું છે. જેને પગલે રાજ્યભરના મેડીકલ ઓફિસરો સાથે શુક્રવારે વીડિયો કોન્ફ્રેન્સ યોજીને આરોગ્ય વ િભાગે જિલ્લાવાર સમીક્ષા કરી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જે મુજબ મેળા અને ભીડવાળા જાહેર સ્થળો પર ફલૂના લક્ષણો ધરાવતા વ્યક્તિઓએ ન જવું તેની સૂચના અપાઈ હતી. સચિવાલય ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓ વીડિયો કોન્ફ્રેન્સમાં રાજ્યભરના મેડિકલ ઓફિસરોને તાકિદ કરવામાં આવી હતીકે, ફલૂના લક્ષણો ધરાવતી વ્યક્તિની તાત્કાલિક સારવારની વ્યવસ્થા થવી જોઈએ. સાથે જ જિલ્લાવાર સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના કેસો અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે જિલ્લામાં કેસોની સંખ્યા વધારે હોય તેવા જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરી વધુ ઝડપી બનાવવા અને દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને તાકિદ કરાઈ હતી.

    સ્વાઇન ફ્લૂથી સુરપુરાના યુવાનનું મોત

    ઊંઝા તાલુકાના સુરપુરા ગામના 42 વર્ષિય પથુજી ઠાકોર નામના યુવાનનું પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષમાં સ્વાઇન ફ્લુમાં મૃત્યુની આ પ્રથમ ઘટના છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ