તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢોડાની સિરામિક કંપનીમાં ટોળાંનો આતંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકામાં પરપ્રાંતિ ઇસમ ધ્વારા અાચરવામાં અાવેલ દૂષ્કૃત્યને પગલે પ્રતિદિન ફેક્ટરીઅોમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકો ઉપર હૂમલાના બનાવો વધી રહ્યા છે ગુરુવારે રાત્રે ગઢોડા ગામની સીમમાં અાવેલ અેક ફેક્ટરીમાં ટોળાઅે તોડફોડ કરતા દોડી અાવેલ પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને ટીયર ગેસના શેલ છોડી પોલીસે ટોળાને કાબૂમાં લીધા બાદ અેડીવીઝન પોલીસે બસ્સોના ટોળા વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર તાલુકાની 14 માસની બાળા સાથે દૂષ્કર્મની ઘટના બન્યા બાદ પરપ્રાંતીય શ્રમિકો ઉપર હૂમલા અને ફેક્ટરીમાંથી દૂર કરવા લોકો ધ્વારા હુમલા કરી તોડફોડ કરવામાં અાવી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી પ્રતિદિન રાત્રે અાવા બનાવો બની રહ્યા છે.

ગુરૂવારે રાત્રે નવેક વાગ્યાના સુમારે હિંમતનગરને અડીને ગઢોડા ગામની સીમમાં અોરેકલ સીરામીકમાં લાકડીઅો, પાઇપો લઇ લોકોનું ટોળુ ધસી અાવ્યુ હતુ અને પરપ્રાંતી શ્રમિકોને કાઢી મૂકવાની બૂમો પાડતા પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.

ઘટનાને પગલે અેસ.પી. ડીવાયઅેસપી, અેસઅોજી, અેલસીબી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી અાવ્યો હતો. ટોળાઅે પોલીસ પર પણ પથ્થર માર કર્યો હતો.

જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના ત્રણ શેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં ટોળાઅે જતા જતા પણ પથ્થરમારો કરી અેક પોલીસ વાહન અને અેક ખાનગી વાહનને નુકશાન પહોંચાડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...