બીટકોઇન: PIને જામીન ન મળવા જોઇએ : સરકાર

દલીલો પૂરી થતાં કોર્ટે હુકમ અનામત રાખ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 02:56 AM
Div - બીટકોઇન: PIને જામીન ન મળવા જોઇએ : સરકાર
કરોડો રૂપિયાના બીટકોઇન પડાવી લઇ રૂ.32 કરોડની ખંડણી માંગવાના કેસમાં જેલમાં રહેલા અમરેલીના સસ્પેન્ડેડ પીઆઇ અનંત પટેલ મુખ્ય કાવતરાખોર હોઇ જામીન આપવા ના જોઇએ. તેવી સરકાર તરફે દલીલ કરાઇ હતી. બન્ને પક્ષકારોની દલીલો પૂરી થતાં એસીબી કોર્ટે જામીન અરજીનો ચુકાદો અનામત રાખી આગામી દિવસમાં આપવાનો નિર્દેશ કર્યો હતો. પીઆઇએ એવી દલીલ કરી હતી કે અન્ય આરોપીને જામની મળ્યા છે તો મને કેમ નહીં.

દિવ્યેશ દરજીને આજે બેંગાલુરુ કોર્ટમાં રજૂ કરાશે

બિટકનેક્ટ સ્કેન્ડલમાં સંડોવાયેલાં આરોપી દિવ્યેશ દરજીને આજે શનિવારના રોજ બેંગ્લોરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હોય તેની અવધિ શનિવારે પૂર્ણ થઈ રહી છે. આ સાથે જ દિવ્યેશ દરજીને ફરી લાજપોર જેલમા શિફ્ટ કરવામાં આવશે.

X
Div - બીટકોઇન: PIને જામીન ન મળવા જોઇએ : સરકાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App