• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • અંડર 20 ટીમે આર્જેન્ટિનાને હરાવ્યું અંડર 16 ટીમે ઈરાકને 1 0થી હરાવ્યું

અંડર-20 ટીમે આર્જેન્ટિનાને હરાવ્યું અંડર-16 ટીમે ઈરાકને 1-0થી હરાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમે આર્જેન્ટિનાની અંડર-20 ટીમને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારત તરફથી દિપક ડંગરીએ ચોથી મિનિટમાં હેડર વડે અને અનવર અલીએ 68મી મિનિટમાં ફ્રી કીકથી ગોલ કર્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત 1-0થી આગળ હતું. અનવરના ગોલની ચાર મિનિટ બાદ આર્જેન્ટિનાનો ગોલ થયો. આર્જેન્ટિના દરેક પ્રયાસને ભારતીય ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા. આ મેચમાં ભારતને 36 મિનિટ સુધી 10 ખેલાડી સાથે રમવું પડ્યું હતું. અનિકેત જાધવને 54મી મિનિટમાં રેડ કાર્ડ બતાવાયું હતું.

8 ખેલાડી અંડર-17 ફિફા વર્લ્ડ કપમાં રમ્યા હતા
ટીમના કોચ ફ્લોઈડ પિન્ટોએ આ વિજયને ભારતીય ફૂટબોલનો સૌથી મોટો દિવસ જણાવ્યો છે. છ વખતની અંડર-20 વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાને હરાવનારી ભારતીય ટીમમાં ફીફા અંડર-17 વિશ્વ કપ ટીમ અને AIFFની ડેવલપમેન્ટ ટીમના ખેલાડી હતા. બંને ટીમ વચ્ચે બીજી મેચ હતી. અગાઉ ભારતની ટીમ મર્શિયા સામે 0-2, મોરેશાનિયા સામે 0-3થી હારી હતી.

કોઈ પણ એજ ગ્રૂપમાં ઈરાક પર ભારતનો પ્રથમ વિજય
વાફ કપમાં ભારતે ઈન્જરી ટાઈમમાં ભુવનેશના હેડર દ્વારા ઈરાકને 1-0થી હરાવ્યું. ભારતીય ફૂટબોલ ટીમનો કોઈ પણ એજ ગ્રૂપમાં કોઈ પણ પ્રકારમાં ઈરાક પણ પ્રથમ વિજય છે. ભારતીય ટીમે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું, પરંતુ ટીમ ગોલી કરી શકતી ન હતી. ગિબસન, વિક્રમ, હરપ્રીત અને ગુરકીરતના પ્રયાસો નિષ્ફળ રહેતા હતા. ઈન્જરી ટાઈમમાં ભુવનેશે હેડરથી ગોલ કરીને ભારતને વિજય અપાવ્યો. ભારત અને ઈરાકની અંડર-16 ટીમ છેલ્લે નેપાળમાં એએફસી અંડર-16માં ક્વોલિફાયર થઈ હતી અને એ મેચ ગોલ વગર ડ્રો રહી હતી.

અંત સુધી હાર ન માનવાની રણનીતિ કામ લાગી
અંડર-16 ટીમના કોચ બિબિયાનો ફર્નાન્ડિસે આ વિજય અંગે જણાવ્યું કે, હું આ વિજય તમામ ભારતીય કોચને સમર્પિત કરું છું, જેમણે એઆઈએફએફ એકેડમી અને રાષ્ટ્રીય ટીમમાં આવતાં પહેલાં આ યુવાન ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. ખેલાડી અંત સુધી હાર માન્યા વગર સંઘર્ષ કરતા રહે અને મારી રણનીતિ પર અમલ કરે એવી મારી ઈચ્છાને તેમણે પૂર્ણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...