તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • દિવમાં વિડીયોગ્રાફી થકી ટ્રાફિકના ગુનામાં દંડ ફટકારવાનું શરૂ કરાયું

દિવમાં વિડીયોગ્રાફી થકી ટ્રાફિકના ગુનામાં દંડ ફટકારવાનું શરૂ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વિડીયોગ્રાફી કરીને ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ વિડીયોગ્રાફી વોલન્ટીયરો દ્વારા કરાઇ રહી છે.

દિવનાં આરટીઓ અધિકારી સલીમ અહેમદે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, દિવનાં ડેપ્યુટી કલેક્ટર કમ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટનાં આદેશથી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વોલન્ટીયર્સ તૈનાત કરાયા છે.

આ વોલન્ટીયર્સ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનોની વિડીયોગ્રાફી કરે છે. અને જો વાહન ચાલકે હેલ્મેટ, સીટ બેલ્ટ, નંબર પ્લેટ, ત્રિપલ સવારી, વગેરે નિયમોનું પાલનન કર્યું હોય તો તેમને દંડ ફટકારવામાં આવે છે. આ કાર્યવાહી માટે વિડીયો રેકોર્ડીંગનાં આધારે નંબર પ્લેટ અને વાહન માલિકની ઓળખ કરાય છે. અને માલિકને દંડનો મેમો પોસ્ટ કરાય છે.

આથી હવે દિવ ફરવા આવતા વાહન ચાલકોએ લાયસન્સ, ગાડીનાં કાગળો, વીમો, પીયુસી, વગેરે ફરજીયાત સાથે રાખવા પડશે.

અન્ય જિલ્લાનાં વાહન માલિકો પણ દંડાય છે
જો વાહન માલિક દિવનો ન હોય તો આરટીઓ ઓફિસ માલિકના જિલ્લાની જાણકારી મેળવી ત્યાંથી આરટીઓ ઓફિસ થકી દંડની રકમ વસુલ કરે છે. પરિણામે બહારગામથી પોતપોતાનાં વાહનોમાં આવતા પર્યટકોએ પણ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...