તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • રાજકોટમાં ધીમીધારે 3 ઇંચ વરસાદ, રૈયાનું અટલ સરોવર અડધું ભરાઇ ગયું

રાજકોટમાં ધીમીધારે 3 ઇંચ વરસાદ, રૈયાનું અટલ સરોવર અડધું ભરાઇ ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

શહેરમાં સાંબેલાધાર વરસાદની જરૂર છે ત્યારે હળવા ભારે ઝાપટાં પડી રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં બે ઇંચ અને દિવસ દરમિયાન વધુ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો, પરંતુ ગત વર્ષે આ સમયે શહેરમાં 38 ઇંચ પાણી પડી ગયું હતું, જ્યારે આ વર્ષે હજુ સુધી માત્ર 19 ઇંચ વરસાદ જ પડ્યો છે. ઓછા વરસાદના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા એક પણ જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી. જો કે તાજેતરમાં જ બનાવેલા અટલ સરોવરમાં વધુ એક ફૂટ નવાં નીર આવતા તે અડધું ભરાયું છે.

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટાં પડી રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં રાજકોટ શહેરમાં એક ઇંચથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 41 મી.મી., ઇસ્ટ ઝોનમાં 26 મી.મી. અને વેસ્ટ ઝોનમાં 31 મી.મી. વરસાદ પડ્યો હતો શનિવારે દિવસ દરમિયાન ધૂપછાંવનો માહોલ રહ્યા બાદ બપોરે 3 વાગ્યાથી સાંજ સુધી શહેરમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. આ ઝાપટાંથી શહેરમાં વધુ એક ઇંચ સુધી પાણી પડ્યું હતું. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 25 મી.મી. (એક ઇંચ), ઇસ્ટ ઝોનમાં 23 મી.મી. અને વેસ્ટ ઝોનમાં માત્ર 9 મી.મી. વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે ત્યારે ગત વર્ષે આ સમયે 38 ઇંચ પાણી પડી ગયું હતું. આ વર્ષે 19 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવા રાજકોટ (વેસ્ટ ઝોન)માં 476 મિ.મિ (19 ઇંચ), સેન્ટ્રલ ઝોનમાં 19.76 ઇંચ અને ઇસ્ટ ઝોનમાં 15.06 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદના અભાવે પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં નવાં નીરની આવક થઇ નથી. તાજેતરમાં જ મહાનગરપાલિકાએ નવા રિંગ રોડ પર અટલ સરોવર બનાવ્યું છે. આ અટલ સરોવરની કુલ ઊંડાઇ 20 ફૂટની છે. તેમાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે એક ફૂટ નવાં નીરની આવક થતા 10 ફૂટ પાણીથી ભરાયું છે. જો કે આ સરોવરમાંથી પીવાનું પાણી લેવામાં આવતું નથી. અટલ સરોવર હાલ નયનરમ્ય સ્થળ બની ગયું છે. જ્યારે શહેરને પાણી પૂરું પાડતા આજીમાં માત્ર 0.16 ફૂટ પાણી આવ્યું છે. ન્યારી-1માં હજુ આવક શરૂ થઇ નથી. બીજી તરફ ન્યારી-2 કે જેમાં ગત વરસાદે જ દરવાજા ખોલવા પડ્યા હતા. તેમાં 0.39 ફૂટ પાણી આવતા 19.19 ફૂટે સપાટી રહેતા રૂલ લેવલને કરણે રાત્રે 10 વાગ્યે દરવાજા ખોલવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...