તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરફોર્સ વનની પ્રતિકૃતિ, મ્યુઝિયમમાં રખાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન | આ અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન નહીં પણ બોઇંગ 747-200 વિમાન છે, જેને ઘણા વર્ષોની મહેનત બાદ અદ્દલ એરફોર્સ વન જેવો લુક અપાયો છે, જેથી અમેરિકી જનતા રાષ્ટ્રપતિની રહેણી-કરણી વિશે જાણી શકે. વિમાન મેરીલેન્ડમાં નેશનલ હાર્બર તરફ જઇ રહ્યું છે. તેને થોડા દિવસો સુધી ત્યાંના મ્યૂઝિયમમાં રખાશે. વિમાનમાં પ્રેસિડેન્ટનો બેડરૂમ, કોન્ફરન્સ રૂમ, ફ્લાઇંગ ઓફિસ અને મોબાઇલ મેડિકલ ક્લીનિક છે. કૉકપિટ મુલાકાતીઓ માટે ખુલ્લી નહીં રહે.

તનુશ્રી દત્તા સામે મનસે દ્વારા બદનક્ષીનો કેસ કરાયો
મુંબઇ | અભિનેત્રી તનુશ્રી દત્તાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ તેની સામે બદનક્ષીનો કેસ કરાયો છે. તનુશ્રીને નાના પાટેકર અને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ પણ બદનક્ષી મામલે કાનૂની નોટિસ ફટકારી છે. જોકે, તનુશ્રીનું કહેવું છે કે તેને કોઇ નોટિસ મળી નથી. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મનસે અધ્યક્ષ સુમંત ધાસે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તનુશ્રી સામે બદનક્ષીનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર નાનાએ તેની સતામણી કરી હોવાનો થોડા દિવસો અગાઉ આક્ષેપ કરી ચૂકેલી તનુશ્રીએ તાજેતરમાં કહ્યું હતું કે રાજ ઠાકરે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેના અનુગામી બનવા ઇચ્છતા હતા પણ બની ન શક્યા. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મ છોડી દેતાં મનસેના કાર્યકરો દ્વારા તેની કારની તોડફોડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...