તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેવટે 52 દિવસ બાદ પેટ્રોલ, ડીઝલ ગુરુવારે સસ્તાં થયાં.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેવટે 52 દિવસ બાદ પેટ્રોલ, ડીઝલ ગુરુવારે સસ્તાં થયાં. કેન્દ્ર સરકારે બંને ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટી રૂ.1.50 ઘટાડી. કંપનીઓને લિટરે એક રૂપિયો ઘટાડવા કહ્યું. સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, અરુણાચલ, ગોવા, હિમાચલ, હરિયાણા, આસામ, ઉત્તરાખંડ અને ત્રિપુરાએ 2.50-2.5 રૂપિયા ઘટાડાની જાહેરાત કરતા આ રાજ્યોમાં બંને ઇંધણમાં 5-5 રૂપિયાનો ઘટાડો થયો છે. જે ગુરુવાર મધ્ય રાત્રીથી અમલી બનશે. જ્યારે ઝારખંડે માત્ર ડીઝલમાં 2.5 રૂપિયા ઘટાડ્યા છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને થોડા દિવસોમાં જ આચારસંહિતા લાગુ થઇ જશે. તેથી કેન્દ્રએ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડાની જાહેરાત કરી હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...