• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • ઈંગ્લેન્ડે 1000મી ટેસ્ટ મેચ જીતી, બર્મિંઘમમાં ભારતનો છઠ્ઠો પરાજય

ઈંગ્લેન્ડે 1000મી ટેસ્ટ મેચ જીતી, બર્મિંઘમમાં ભારતનો છઠ્ઠો પરાજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપ્ટન વિરાટ કોહલીએ પરાજય બાદ જણાવ્યું કે, ટોપ ઓર્ડરે વિકેટ પર ટકી રહેવા માટે પૂંછડિયા બેટ્સમેનો ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ પાસેથી બોધપાઠ લેવો જોઈએ.

51 રન બનાવીને આઉટ થયો કોહલી, બેન સ્ટોક્સે સૌથી વધુ 4 વિકેટ લીધી

એજન્સી | બર્મિંઘમ
ઈંગ્લેન્ડે પોતાની 1000મી ટેસ્ટ ટીમ ઈન્ડિયાને 31 રને હરાવીને જીતી લીધી છે. વિજય માટે 194 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ 162 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન કોહલીએ સૌથી વધુ 51 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 અને જેમ્સ એન્ડરસ અને સ્ટૂઅર્ટ બ્રોડે 2-2 વિકેટ લીધી હતી. સેમ કરેનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બર્મિંઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો 7 મેચમાં છઠ્ઠો પરાજય છે. 1986ની મેચ ડ્રો રહી હતી. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ હવે 9 ઓગસ્ટે લંડનમાં રમાશે.

મેચના ચોથા દિવસે ભારતને વિજય માટે 84 રન કરવાના હતા અને પાંચ વિકેટ હાથમાં હતી. દિનેશ કાર્તિક (20) પ્રથમ ઓવરમાં જ એન્ડરસનના હાથે આઉટ થઈ ગયો. કોહલી અને હાર્દિકે 29 રનની ભાગીદારી કરી. વિરાટ 51 રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. સ્ટોક્સે શમીને પણ શૂન્ય રને પેવેલિયન પાછો મોકલ્યો. ઈશાંતને 11 રને રાશિદે આઉટ કર્યો, જ્યારે હાર્દિકને સ્ટોક્સે આઉટ કર્યો હતો.

વિરાટ કોહલીની વિકેટની ઉજવણી કરતો સ્ટોક્સ. કોહલી જ્યાં સુધી ક્રીઝ પર હતો ત્યાં સુધી ભારત વિજયનું દાવેદાર હતું. તેનું આઉટ થવું ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.

આજ સુધી એક પણ એશિયન ટીમ જીતી નથી
17 ટેસ્ટ રમાઈ છે એજબેસ્ટનમાં, જેમાં અનેક એશિયન ટીમ ઈંગ્લેન્ડ સામે રમી છે. ભારત ઉપરાંત શ્રીલંકા અને પાકિસ્તાન પણ અહીં ક્યારેય જીત્યું નથી.

15 વર્ષથી એશિયા બહાર ટીમ ઈન્ડિયા 100 રનથી વધુનો લક્ષ્ય પાસ કરી શકી નથી. છેલ્લે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ટાર્ગેટ પૂરો કર્યો હતો.

200બનાવ્યા કોહલીએ આ ટેસ્ટની બે ઈનિંગ્સમાં. ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટનમાં તે બીજા સ્થાને આવી ગયો છે.

સ્કોર બોર્ડ ઈંગ્લેન્ડ વિ. ભારત (પ્રથમ ટેસ્ટ)

ઈંગ્લેન્ડ : 287, 180

ભારત : 274, બીજી ઈનિંગ્સ - 110/5થી આગળ

ભારત(બીજી ઈનિંગ્સ) રન બોલ 4 6

કોહલી એલબી સ્ટોક્સ 51 93 4 0

કાર્તિક કો.મલાન બો.એન્ડરસન 20 50 2 0

હાર્દિક કો.કૂક બો.સ્ટોક્સ 31 61 4 0

શમી કો.બેરસ્ટો બો.સ્ટોક્સ 0 3 0 0

ઈશાંત એલબી. રાશિદ 11 15 2 0

ઉમેશ યાદવ અણનમ 0 8 0 0

એકસ્ટ્રા : 2. કુલ : 162/10 (54.2 ઓવર) વિકેટ :

112-6, 141-7, 141-8,154-9,162-10. બોલિંગ : જેમ્સ એન્ડરસન : 16-2-50-2, સ્ટૂઅર્ટ બ્રોડ : 14-2-43-2, બેન સ્ટોક્સ : 14.2-2-40-4, સેમ કરેન : 6-0-18-1, આદિલ રાશિદ : 4-1-9-1.

અન્ય સમાચારો પણ છે...