તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div રાહુલ 17 સપ્ટેમ્બરે ભોપાલમાં શિવભક્ત, 26 સપ્ટે.ચિત્રકૂટ શનિવારે જબલપૂર પહોંચ્યા

રાહુલ 17 સપ્ટેમ્બરે ભોપાલમાં શિવભક્ત, 26 સપ્ટે.ચિત્રકૂટ શનિવારે જબલપૂર પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ 17 સપ્ટેમ્બરે ભોપાલમાં શિવભક્ત, 26 સપ્ટે.ચિત્રકૂટ શનિવારે જબલપૂર પહોંચ્યા


પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતના અમુક કલાકો પહેલાં પીએમ મોદીએ રાજસ્થાન અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાન શરૂ કર્યુ. મોદી રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવયાત્રાના સમાપનમાં અજમેર પહોંચ્યા હતા. તેમણે સભામાં ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન તાક્યું. મોદી 8 દિવસમાં બીજીવાર આવ્યા હતા. અગાઉ તે 28 સપ્ટેમ્બરે પરાક્રમ પર્વ પર જોધપુર આવ્યા હતા. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી મોદી હજુ સુધી 5 વાર રાજસ્થાન જઈ ચૂક્યા છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ફરી એકવાર એમપી પહોંચ્યા હતા. શનિવારે તેમણે શરૂઆત જબલપુરથી કરી હતી. ત્યાં તેમણે માતા નર્મદાની પૂજા-અર્ચના કરી. તેના બાદ મુરૈના પહોંચ્યા હતા. ત્યાં કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું. રાહુલ 19 દિવસમાં ત્રીજીવાર મધ્યપ્રદેશ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...