તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘા દહેજ ફેરી: 25મી સુધી રોજ 2 ટ્રીપ, પછીથી 3

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સડક માર્ગ દેનાર દરિયાઈ માર્ગે ચાલનાર ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ ઉદ્ઘાટન ના રોજ ઘોઘા ખાતે થવાનું છે તથા પ્રથમ તેર દિવસ સુધી દરરોજની બે ફેરી ઘોઘાથી અને બે ફેરી દહેજથી શરૂ કરવામાં આવનાર હોવાનું ફેરી ઓપરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રથમ ચરણમાં ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ ઉદઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘોઘા ખાતે આવ્યા હતા હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ફેરી સર્વિસમાં 12મી તારીખે શુક્રવારે ત્રીજા નોરતે સવારે 8 કલાકે ઘોઘા ખાતેથી પ્રથમ જહાજ ઉપડશે અને દહેજ સવારે 9.30 કલાકે પહોંચી જશે. ત્યારબાદ દહેજથી 9 કલાકે આ ફેરી સર્વિસ ઉપડી અને ઘોઘા ખાતે 10.30 કલાકે આવી પહોંચશે. ઘોઘા ખાતેથી રાત્રીના 12 કલાકે ફરી વખત પોતાની જળ મુસાફરી ખેડે અને રાત્રે દોઢ કલાકે દહેજ પહોંચી જશે. બાદમાં દહજેથી વહેલી સવારે 4 વાગ્યે ઉપડી સવારે 5.30 કલાકે ઘોઘા પહોંચી જશે. શરૂઆતમાં દરરોજ બે ફેરી સર્વિસ નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દિવાળીના સમયગાળામાં સમગ્ર સૌરાષ્ટ્રના હીરા સંબંધિત વ્યવસાય કારો અને કારીગરો 25મી ઓકટોબરથી 3-3 ફેરી સર્વિસ ચાલશે.

25 ઓક્ટોબરથી દરરોજ ફેરી સર્વિસની ત્રણ ટ્રીપ થશે
ઘોઘાથી ઉપડશે દહેજ પહોંચશે દહેજથી ઉપડશે ઘોઘા પહોંચશે

સવારે 8 કલાકે 9.30 કલાકે સવારે 11 વાગ્યે બપોરે 12

સાંજે 5 કલાકે સાંજે 6.30 કલાકે રાત્રે 9 વાગ્યે રાત્રે 10.30

રાત્રે 12 કલાકે રાત્રે 1.30 કલાકે સવારે 4 કલાકે સવારે 5.30

નિયત કરાયેલા દર
માલવાહન ટ્રકનું ભાડું રૂા.4500

પેસેન્જર બસનું ભાડ રૂા.7000

મોટર કારનું ભાડું રૂા.800

બાઇકનું ભાડુ રૂા.150

મુસાફરો માટે જુદા ભાડા
ક્લાસ ભાડું

બિઝનેસ ક્લાસ રૂા.400

એક્ઝીક્યુટીવ ક્લાસ રૂા.300

ઇકોનોમી ક્લાસ રૂા.200

અન્ય સમાચારો પણ છે...