તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • નવી દિલ્હી | કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પક્ષ સંગઠનમાં

નવી દિલ્હી | કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પક્ષ સંગઠનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પક્ષ સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા. સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહેલા 69 વર્ષના અહેમદ

...અનુસંધાન પાનાં નં.9

પટેલને ખજાનચીનો કાર્યભાર સોંપ્યો છે. તેમને લાંબા સમયથી આ પદ પર રહેલા પક્ષના વૃદ્ધ નેતા 89 વર્ષના મોતીલાલ વ્હોરાના સ્થાને નિમણૂક કરાઈ છે.

...અનુસંધાન પાના નં. 6

વ્હોરાને મહામંત્રી નિયુક્ત કરી કોંગ્રેસની જવાબદારી સોંપી છે. અહેમદ પટેલ અગાઉ 1996થી 2000 સુધી આ પદ પર હતા. જ્યારે આનંદ શર્માને કોંગ્રેસની વિદેશી પાંખના પ્રમુખની જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત લુઝીનો ફલેરો અને મીરા કુમારને પણ અલગ અલગ કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

કોંગ્રેસમાં મંગળવારના રોજ કેટલાક માળખાગત ફેરફારો કરવામાં આવ્યા. જે અંતર્ગત અનેક મોટા નેતાઓને કેટલીક મહત્વની જવાબદારી સોંપવામાં આવી. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જન્મદિવસની ભેટ આપતાં રાહુલ ગાંધીએ તેમને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ જવાબદારીને લાંબા સમયથી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા સંભાળતા હતા.

સોનિયા ગાંધીના હાથમાં જ્યારે કોંગ્રેસની કમાન હતી ત્યારે પાર્ટીમાં અહેમદ પટેલની બોલબાલા હતી. પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ તેઓ સાઈડલાઈન થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...