તિથલમાં જરખના પગલાં જોવા મળતા લોકોમાં ભય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ નજીકના તિથલ ગામે વાંકીનદીના પટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકોએ દીપડાને જોયો હોવાના સમાચારથી આસપાસના લોકોમાં ભયનો માહેલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને આ અંગેની જાણ થતાં તેમની ટીમ શુક્રવારે સાંજે તિથલના રાધાવલ્લભ મંદિરની સામે ખૂલ્લી જગ્યામાં પાંજરૂ મૂકી દીધું હતું. શનિવારે ફરી વન વિભાગની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી તો, તેઓને દીપડી નહિં, પરંતુ જરખના પગલાં જોવા મળ્યા હતા. આ ઘટનાના પગલે તિથલ અને તેની આસપાસના શહેરી વિસ્તારની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તિથલ વાંકી નદીના ખૂલ્લા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક લોકોને અહિં દીપડો ખૂલ્લેઆમ ફરી રહ્યો હોવાનો ભાસ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...