તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div 10 બેન્કોના 467 કરોડ નહીં ચૂકવતા હીરા વેપારી સંઘવીની મુંબઈ ઓફિસ સીલ થઈ

10 બેન્કોના 467 કરોડ નહીં ચૂકવતા હીરા વેપારી સંઘવીની મુંબઈ ઓફિસ સીલ થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધથી દાઝેલી બેન્કોએ છાશ પણ ફૂંકીને પીતી હોય તેમ 467 કરોડની બેન્ક લોન નહીં ભરી શકતા જાણીતી હીરા કંપની સંઘવી અેક્સપોર્ટની મુંબઇ સ્થિત ઓફિસ સીલ કરી છે. બેન્કે સંઘવી પરિવારની ત્રણ કંપનીઓ અને તેની બેન્ક ગેરન્ટર રહેલી કંપનીઓને અગાઉ નોટિસ પાઠવી 60 દિવસમાં નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું. પરંતુ રૂપિયા ભરપાઇ ન થતાં આખરે બેન્ક અધિકારીએ સરફેસી એક્ટ-2002

...અનુસંધાન પાના નં. 7મુજબ સંઘવી એક્સપોર્ટની બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ નજીકના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસનો કબજો લઈ લીધો હતો. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે ચીનની યાત્રા દરમિયાન સુરતથી એકમાત્ર ચંદ્રકાન્ત સંઘવી તેમની સાથે ગયા હતા , ચંદ્રકાન્ત સંઘવી જીજેઇપીસીના ચેરમેન પણ રહી ચૂકયા છે.

મૂળ બનાસકાંઠાના ડિસાના વતની ચંદ્રાકાન્ત સંઘવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટુ નામ ગણાઇ છે. જો કે, કંપનીઓ લાંબા સમયથી નાણાભીડમાં હોવાની ચર્ચા હતી. આથી સુરતમાં ધંધો સમેટવાની શરૂઆત પણ કરી દેવાઈ હતી. કહેવાય છે કે દસ જેટલી બેન્કો પાસે લોન લેવામાં આવી હતી. પરંતુ આ રૂપિયા પરત ન આવે એવા અણસાર દેખાતા બેન્કોએ ડૂબેલા રૂપિયા નાણા મેળવવા માટે બેંક ઓફ ઇન્ડિયાને લીડ બેંક બનાવી અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, દેના બેંક, આઇડીબીઆઇ બેંક, બેંક અોફ બરોડા, યુનિયન બેંક અોફ ઇન્ડિયા, સ્ટેટ બેંક અોફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક અોફ ઇન્ડિયા, સ્ટેટ બેંક અોફ ત્રાવણકોર સહિતની બેંકોએ રીકવરી શરૂ કરી હતી.

ચંદ્રકાન્ત સંઘવી જીજેઇપીસીના ચેરમેન હતા

એક સમય હતો જ્યારે સંઘવી એક્ષ્પોર્ટ ઇન્ટરનેશન પ્રા.લિ.નો સિતારો બુલંદી હતો. ઉત્તર ગુજરાતના જૈન આગેવાન તરીકે ચંદ્રકાંત સંઘવી જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રીજયનના ચાર થી પાંચ ટર્મ ચેરમેન રહ્યા હતા. એટલુ જ નહિં તેઅો ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના પણ ચેરમેન રહ્યા હતા. ત્યારબાદ તેમનો પુત્ર આગમ પણ આઇડીઆઇનો ચેરમેન બન્યો હતો.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીન ગયા ત્યારે પાંચ હીરા ઉદ્યોગકારોમાં સુરતથી એકમાત્ર ચંદ્રકાંત સંઘવી હતા

બેંક અોફ ઇન્ડિયાની પોસેસન નોટીસમાં કોણ-કોણ

કલ્પેશ વી. સંઘવી, જયેશ વી. સંઘવી, ચંદ્રકાંત સંઘવી, કલ્પના સંઘવી, ભારતી વી. સંઘવી, પ્રમિલા કે. સંઘવી, દેવીકાસિંહ સી. સંઘવી, કિર્તીલાલ આર. સંઘવી, કેતન કે. સંઘવી, નિતિકા વી. સંઘવી, રમેશભાઇ આર. સંઘવી, વસંતલાલ સંઘવી, અગમ સી. સંઘવી.

કોણ ઝપટમાં આવ્યું
સંઘવી એક્સપર્ટ ઇન્ટરનેશનલ, રોયલ એસ્ટેટ હોલ્ડિંગ, સંઘવી સ્ટાર રિટેલ, સંઘવી જવેલરી મેન્યુ., સંઘવી ડાયમંડ મેન્યુ. સહિતની કંપનીઅોને 467.85 કરોડ 6૦ દિવસમાં ભરવા માટે આદેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...