તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથ-ભાવનગર માર્ગ વરસાદથી ધોવાયો, હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ-ભાવનગર રોડ પર ખાડાઓ પડી જતાં વાહન ચાલકનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા આ ખાડાઓ પુરવામાં ન આવતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ-ભાવનગર હાઇવે પર દિવસભર વાહનોની ટ્રાફિક જોવા મળે છે. પરંતુ થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદથી આ રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા હતાં. પરંતુ આજદિન સુધી તંત્રએ ખાડાઓ પુરવાની તસ્દી લીધી નથી. જેથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને દિવસભર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી રોડની આસપાસ રહેલા ખેતરોમાં પાકને નુકસાન પહોંચી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ-ભાવનગર રોડ ફોરટ્રેક બની રહ્યો છે. જેમનું કામ પણ પુર જોસમાં ચાલી રહ્યું છે. પરંતુ જુના રોડની હાલત બિસ્માર છે.

અન્ય સમાચારો પણ છે...