તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે 650 રૂપિયા ચૂકવે છે

રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે 650 રૂપિયા ચૂકવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષે વરસાદની અછત છે ત્યારે રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ 650 રૂપિયા ચૂકવે છે. જે ગુજરાતના અન્ય સંઘ કરતા પ્રતિ કિલો ફેટે આશરે રૂ.70 ચૂકવે છે. દૈનિક કુલ રૂ.20 લાખ જેટલી વધુ રકમનું ચૂકવણું કરે છે. હાલમાં રાજકોટ ડેરી દ્વારા કુલ 800 દૂધ મંડળીમાંથી પ્રતિ દિવસ અંદાજિત 4 લાખ લિટર દૂધનું એકત્રિકરણ કરવામાં આવે છે અને પ્રતિ દિવસ આશરે 1 લાખ લિટર દૂધ ફેડરેશન પાસેથી ખરીદ કરવામાં આવે છે, જ્યારે પ્રતિ દિવસ 4.50 લાખ લિટર દૂધનું વેચાણ,75 હજાર લિટર છાશનું વેચાણ,4 હજાર મેટ્રિક ટન ધીનું વેચાણ કરવામાં આવે છે, તેમજ 7.5 મેટ્રિક ટન જેટલા દહીંનું વેચાણ કરવામાં આવે છે.વધુમાં દૂધની ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોનું વીમા કવચ 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...