તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાની સપાટી 115 મીટર દર કલાકે 1 સેમીનો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના મોરટકકા, બર્ગી, હોશંગાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે સરદાર સરોવરમાં 18,019 કયુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 115.27 મીટરે પહોંચી છે.

ઉપરવાસમાં વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં ચાર મીટરનો ધરખમ વધારો થઇ ગયો છે. ઉનાળામાં ડેમ ખાલી થઇ જતાં રાજયમાં પીવાનું પાણી આપવા માટે ઇરીગેશન બાયપાસ ટનલ ખોલવાની ફરજ પડી હતી. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થતાં ડેમની સપાટી ચાર મીટર જેટલી વધી છે. મંગળવારે રાત્રે 8 કલાકે સરદાર સરોવરમાં 18,019 કયુસેક પાણીની આવક થઇ રહી હતી અને ડેમની સપાટી 115.27 મીટર નોંધાઇ હતી. કેનાલ હેડ પાવર હાઉસના અેક ટર્બાઇનને ચલાવવામાં 3,887 કયુસેક પાણી વપરાઇ રહયું છે. ડેમની સપાટી દર કલાકે એક સેમી જેટલી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...