• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • પેઢલા મગફળી કૌભાંડ : 11ને 10 દિવસના અને 8 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

પેઢલા મગફળી કૌભાંડ : 11ને 10 દિવસના અને 8 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરના પેઢલા ગામના ગોડાઉનમાં પડેલી મોટી ધાણેજની સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીમાં ધૂળ અને કાંકરીનો જથ્થો ભેળવવાના કૌભાંડમાં ઝડપાયેલા આરોપીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ તપાસ અધિકારી ડી.વાય એસ.પી જે.એમ ભરવાડ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં 8 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જ્યારે બાકીના 11 આરોપીના 10 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા હતા. મગફળીમાં ભેળસેળ કૌભાંડમાં પોલીસે શનિવારે 19ની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો હતો. અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓ રિમાન્ડ પર છે.

આરોપીઓ પૈકી કાળા જેઠવા (સહકારી મંડળી પ્રમુખ), સોનિંગ જુજિયા (સહકારી મંડળી ઉપપ્રમુખ), તેમજ સભ્ય હમીર જેઠવા, રામ જેઠવા તથા કાળા જુજિયા, ખુમાણ જેઠવા, સોનિંગ ઉર્ફે બચુ ખીમાણંદ જેઠવા, આલીગ જેઠવાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

જ્યારે કેયૂર વિનસ ચૌહાણ (ગુજકોટના સર્વેયર), કૌશલ જેઠવા (સહકારી મંડળીના મંત્રી), મુળુ આલા જુજિયા (સહકારી મંડળીના સભ્ય), વિરેન્દ્ર કાનાબાર, મોઇન મલેક, વિક્રમ લાખાણી, જીતુ બચુ (માળિયા), મગન જાલાવાડિયા, વિનોદ ટીલવા, જીજ્ઞેશ ઉજટિયા, રોહિત બોડા (વાઘજી બોડાના ભત્રીજા)ના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...