• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • કાશ્મીરમાં એક જ સ્થળે MMG એટલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા

કાશ્મીરમાં એક જ સ્થળે MMG એટલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં માત્ર એક જ રેજીમેન્ટ છે, જે માત્ર કોઈ એક રાજ્યના જવાનોની બનેલી છે - જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી રેજીમેન્ટ. રેજીમેન્ટ આ વર્ષે 70 વર્ષની થઈ. રેજીમેન્ટના બધા જ 15,000 જવાન-અધિકારી જમ્મુ-કાશ્મીરમાંથી જ છે. તે દેશની એકમાત્ર રેજીમેન્ટ છે જે અહીંના લોકોએ સાથે મળીને ઊભી કરી હતી. ત્યારે નામ જમ્મુ અને કાશ્મીર મિલિશિયા હતી. 1976માં બદલીને તેને નવું નામ જમ્મુ કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ મળ્યું. સૈન્યમાં સર્વધર્મ સ્થળની શરૂઆત આ રેજીમેન્ટથી થઈ હતી. સર્વધર્મ સ્થળ એટલે એ જગ્યા જ્યાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા એક જ જગ્યા પર હોય છે. બધા ધર્મના જવાન-અધિકારી એક સાથે પૂજા, નમાજ અથવા અરદાસ કરે છે. રેજમેન્ટમાં 50 ટકા મુસલમાન અને 50 ટકા અન્ય ધર્મના લોકો છે, જેમાં ડોગરા અને બૌદ્ધ મુખ્ય છે. સાથે મળીને રહેવાની એવી પરંપરા કે મંગળવારે અહીં નોનવેજ નથી બનતું. કારણ - જમ્મુના ડોગરા નોનવેજ નથી ખાતા. બધા અધિકારી રમઝાનમાં રોજા રાખે છે. ...અનુસંધાન પાનાં નં.4



કારણ - જમ્મુના ડોગરા નોનવેજ નથી ખાતા. બધા અધિકારી રમઝાનમાં રોજા રાખે છે, પછી તે કોઈપણ ધર્મના હોય. દુર્ગા પૂજામાં જો પંડિતજી રજા પર હોય તો મૌલવી સાહેબ આરતી કરાવે છે. દિવાળીએ મુસલમાન જવાન બધા કામની જવાબદારી પોતાના ખભે ઉપાડી હિન્દુ સાથીઓને રજા પર મોકલી દે છે.

70 વર્ષની થઈ સર્વધર્મ સ્થળ આપનારી જેકે લાઈટ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ
શ્રીનગરના રંગરેથમાં જેકે લાઈટ ઈન્ફન્ટ્રીનું રેજમેન્ટ સેન્ટર છે. બલિદાન વીર લક્ષ્મણમ તેમનું ધ્યેય વાક્ય છે. આ તસવીર ત્યાં બનેલા એમએમજી એટલે કે મંદિર મસ્જિદ ગુરુદ્વારાની છે.

એક ઓપરેશન, બે વીરતા ચંદ્રક, એક હિન્દુને, એક મુસલમાનને
ગયા વર્ષે 6-7 જૂને જેકે લાઈટ ઈન્ફન્ટ્રીની ચોથી બટાલીયન ઉરીમાં તહેનાત હતા. લાન્સ નાયક બાથર હુસેનને કેટલાક આતંકી દેખાયા. મેજર વિજયંત બિષ્ટ ટીમ લીડર હતા. આતંકીઓ અને સૈન્યની અથડામણ થઈ. એક જવાન ઘાયલ થયો. લાન્સ નાયક હુસૈનના કવર ફાયરમાં મેજર વિજયંત નીચે લટકીને ઘાયલ જવાનને સલામત કાઢી લાવ્યા. આતંકી ભાગી નીકળ્યા પરંતુ મેજર બિષ્ટે 48 ક્લાક સુધી મોરચો ચાલુ રાખ્યો. અંતે બિષ્ટ અને બાથરની ટીમે બંને આતંકીઓને ઠાર કર્યા. આ વીરતા માટે મેજર વિજયંત બિષ્ટને કીર્તિ ચક્ર અને લાન્સ નાયક બાથર હુસૈનને શૌર્ય ચક્ર અપાયા.

લે. જન. સતીષ દુઆ રેજીમેન્ટના પહેલા કોર કમાન્ડર અને આર્મી કમાન્ડર છે
લે. જન. સતીશ દુઆ જેકે લાઈટ ઈન્ફન્ટ્રી રેજીમેન્ટના કર્નલ ઓફ રેજીમેન્ટ છે. લે. જન. દુઆ રેજીમેન્ટના પહેલા અધિકારી છે, જે કોર કમાન્ડર અને આર્મી કમાન્ડર બન્યા. બુરહાન વાની એન્કાઉન્ટર બાદ બગડેલી સ્થિતિ સંભાળવા અને સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરવી તેમની મોટી સિદ્ધી રહી.

જેકે મિલિશિયાથી ઈન્ફન્ટ્રી રેજીમેન્ટ સુધી
ડિસેમ્બર 1972 - રેગ્યુલર આર્મીનો દરજ્જો મળ્યો. મે 1974 - કર્નલ ઓફ રેજીમેન્ટ બનાવાયા. 1976 - જેકે મિલિશિયાથી જેકે લાઈટ ઈન્ફન્ટ્રી રિજમેન્ટ નામ થયું.

રેજીમેન્ટના ત્રણ વીર : નાયબ સુબેદાર બાના સિંહને પરમવીર ચક્ર, લેફ્ટનન્ટ ત્રિવેણી સિંહને અશોક ચક્ર, નાયબ સુબેદાર ચુન્નીલાલને અશોક ચક્ર, વીર ચક્ર, સૈન્ય મેડલ.

અન્ય સમાચારો પણ છે...