• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • 500 કિલો ફાકીનું પ્લાસ્ટિક રાખનાર વેપારીની માથાકૂટ, રૂ.20 હજારનો દંડ

500 કિલો ફાકીનું પ્લાસ્ટિક રાખનાર વેપારીની માથાકૂટ, રૂ.20 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

શહેરમાં ચાના કપ, પાણીના પાઉચ, પાન ફાકીના પ્લાસ્ટિક સહિતના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં શહેરમાં બેફામ પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમે મંગળવારે ચેકિંગ હાથ ધરતા ચુનારાવાડ ચોકડમાં એક વેપારી પાસેથી 500 કિલો ફાકીનું પ્લાસ્ટિક મળી આવતા વેપારીએ અધિકારીઓ સાથે માથાકૂટ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ શાખાએ મામલો હાથમાં લેતા વેપારી શાંત પડ્યો હતો અને તેમની પાસેથી રૂ.20 હજારનો વહીવટી ચાર્જની વસૂલાત પણ કરવામાં આવી હતી. મંગળવારે દિવસ દરમિયાન 175 વેપારીઓ પાસેથી 565 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 76 હજારનો વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.

પૂર્વ-ઝોનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ પર્યાવરણ ઇજનરે પ્રજેશ સોલંકીની ટીમે પૂર્વ-ઝોનમાં ચુનારાવાડ ચોક પારેવડી ચોક, કુવાડવા રોડ, સર્વિસ રોડ, આડો પેડક રોડ, પાંજરાપોળ, 80 ફૂટ રોડ, કોઠારિયા રોડ, પેડક રોડ, રણછોડનગર મેઇન રોડ વગેરે પર ફાકી પ્લાસ્ટિક(પાન પીસ) તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક્ના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ચુનારાવાડ ચોકડમાં આવેલા ગુરૂનાનક એજન્સીમાં ચેકિંગ દરમિયાન 500 કિલો પાન ફાકીના પ્લાસ્ટિક મળી આવતા વેપારીઓ માથાકૂટ થરૂ કરી હતી. ઉગ્ર વાતાવરણ વચ્ચે તમામ પ્લાસ્ટિક જપ્ત કરી વેપારી પાસેથી રૂ.20 હજારનો વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી.

મધ્યઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમે પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યૂ સન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પેલેસ રોડ, રેસકોર્સ રિંગ રોડ, ગોંડલ રોડ, જંકશન રોડ, પરાબજાર રોડ, એમ.જી.રોડ, ગોકુલધામ મેઈન રોડ, ખોડિયાર નગર, 80 ફૂટ રોડ પર 79 આસામીઓ પાસેથી 32.700 કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત ચાના કપ, પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક મળી આવતા રૂ.26950 વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

વેસ્ટ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શાખાએ પાન માવા પ્લાસ્ટિક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના શાસ્ત્રીનગર મે. રોડ, જીવંતિકા મે. રોડ, અતિથિ ચોક, નાનામવા રોડ, સાધુવાસવાણી રોડ, સત્યસાંઇ રોડ, 150 ફૂટ રિંગ રોડ (મવડી ચોકડી થી રાઘે ચોકડી) ૫ર આવેલ કુલ 58 પાન માવા દુકાનોમાંથી 22 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા રૂ.18900નો વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...