• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • બીમારીથી કંટાળેલા યુવકે સળગી દોટ મૂકી, મંદિરમાં જઇ પટકાયો, મોત

બીમારીથી કંટાળેલા યુવકે સળગી દોટ મૂકી, મંદિરમાં જઇ પટકાયો, મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્વાસની બીમારીથી કંટાળી મહેસાણાના ઇન્દિરાનગરના યુવાને જાહેરમાં શરીરે કેરોસીન છાંટી સળગી રોડ પર દોટ મૂકતાં હાજર લોકોના શ્વાસ થંભી ગયા હતા. દોડતા 100 મીટર દૂર નારણ આશ્રમમાં જઇને પડેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

કરશનભાઇ છનાભાઇ રાવળને શ્વાસની બીમારી હોઇ ઘરના સભ્યોની જાણ બહાર આપઘાતના નિર્ણય સાથે ઇન્દિરાનગર સોસાયટીની બહાર રોડ ઉપર શરીર પર કેરોસીનનો કેરબો ઠાલવી દીવાસળી ચાંપી જીવતો સળગ્યો હતો. જાણીને નવાઇ લાગશે કે, કરશનભાઇ સળગતી હાલતમાં રોડ પર 100 મીટર દોટ મૂકી નારણ આશ્રમમાં જઇને પટકાયા હતા. મંદિરમાં કામ કરતા મજૂરોની મદદથી તેમને સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...