• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • ભક્તિ, પરિવાર, સંસાર, શાંતિ, મેનેજમેન્ટ, પ્રેમ, ધન સંપત્તિ, ક્રોધ, આરોગ્ય વગેરે વિષયો પર આપના શ્રદ્

ભક્તિ, પરિવાર, સંસાર, શાંતિ, મેનેજમેન્ટ, પ્રેમ, ધન-સંપત્તિ, ક્રોધ, આરોગ્ય વગેરે વિષયો પર આપના શ્રદ્ધેય ગુરુઓ શું કહે છે? જાણો, માં માત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...
સાહેબ આમને રજા આપો !!! માનસિક આરોગ્યને હાનિ પહોંચી છે
ગ ત વર્ષે વિવાદાસ્પદ રહેલી એમફીલ-પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનો પ્રભાવ આ વર્ષે અધિકારીઓ પર જરૂર રહ્યો. આ વખતે ટેસ્ટમાં કોઇ વિવાદ ના સર્જાયો, પણ ફરજ પરના અધિકારીઓના માનસિક આરોગ્યને જરૂર હાનિ પહોંચી છે. રવિવારે યોજાયેલી આ એન્ટ્રન્સ દરમિયાન એક અધિકારીએ ખાસું મનોદબાણ અનુભવ્યું હતું. એન્ટ્રન્સ ટેસ્ટને કોઈ પણ પ્રકારના ‘વિવાદ’નુ ગ્રહણ ન લાગતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. બીજા દિવસે સોમવારે રજીસ્ટ્રારને મળવા આવેલા આ અધિકારીની ઉપસ્થિતિમાં એક શિક્ષણવિદ્દએ રજીસ્ટ્રાર પિયુષચન્દ્રને ‘સાહેબ આમને રજા આપો ! તેમના માનસિક આરોગ્યને હાનિ પહોંચી છે !! એમ કહ્યુ હતુ. જેના કારણે હાસ્યનું મોજું ફેલાયું હતું.

મનોદબાણ
ભાજપના પૂર્વ MLAના કામ થઇ જાય છે, ચાલુ MLA ધક્કા ખાય છે
ગાંધીનગરમાં મંગળવારે મંત્રીઓને પ્રજા અપોઇન્ટમેન્ટ વગર મળી શકે તેવી વ્યવસ્થા હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એવામાં એક ભાજપના ધારાસભ્ય અને પક્ષના હોદ્દેદાર સચિવાલયના ગેટ પર જ મળી ગયા. તેમની પાસે હું ઉભી રહીં એટલે તેમણે મને કહ્યું, અમારા કામ થતા નથી તો લોકોના તો કામ કેટલા થતા હશે? મે ટાપસી પુરાવતા કહ્યું ભ‘ઇ આવું ના કહો, તમારા કેટલાય પૂર્વ ધારાસભ્યોનો રોફ હજુ પણ મંત્રી જેવો જ છે, તેઓ દાદાગીરીથી અધિકારીઓને કહે છે, સાહેબ સાથે વાત થઇ ગઇ છે, આ કામ પતાવી દેજો. આ સાંભળી ઇ પણ બોલી ઉઠયા કે સાલું જબરું કહેવાય, ચાલુ ધારાસભ્યનું કોઇ ભાવ નથી પૂછતું !

વગ કે વટ
ટ્રાફિક અધિકારી ભરચક કોર્ટમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા
કોર્ટમાં જ્યાં જ્યાં રોડ-રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ, રખડતા ઢોરની સુનાવણી ચાલી રહી હતી. આ દરમ્યાન કોર્ટમાં ટ્રાફિક શાખાના બે ઉચ્ચ અધિકારીઓ પણ પહેલાથી જ આવીને કોર્ટરૂમમાં બેસી ગયા. આજે જસ્ટિસ એમ.આર.શાહનો આ કેસમાં છેલ્લો દિવસ હશે તેવું લગભગ બધાને ખબર હતી. કેસની શરૂઆત થતાં જ ટ્રાફિકના એક ઉચ્ચ અધિકારીએ પોતાના મોબાઇલમાં હનુમાન ચાલીસા વાંચવા લાગ્યા. આસપાસ બેઠેલા લોકોએ પણ આ બાબતની નોંધ લીધી. તો પાછળથી એકે મને કહ્યું પણ ખરૂ કે રજની આ સાહેબ ‘સંકટ મીટે હરે સબ પીરા’ માટે પાઠ કરતા હતા?

ફટકારનો ડર
પર
અન્ય સમાચારો પણ છે...