તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિરડીમાં રોજના અઢી હજાર કિલો ફૂલ ચઢે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂલોને રંગ પ્રમાણે અલગ કરાય છે

રોજ 40 હજાર અગરબત્તી બને છે

સંજય ભડ | નાસિક / શિરડી

શિરડીના સાંઈ મંદિરમાં ચઢાવાતા ફૂલ હવે કચરામાં નહીં જાય. તે હવે ફરી મંદિરના કામમાં આવશે. જો કે તેનું રંગરૂપ બદલાઈ જશે. આ ફૂલ સુગંધિત અગરબત્તીમાં બદલાઈ જશે. સાંઈ મંદિરમાં રોજના લગભગ અઢી હજાર કિલો ફૂલ ચઢાવાય છે. આ ફૂલોમાંથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ 11 મહિના વહેલો શરૂ થઈ ગયો છે. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 45 લાખ રૂપિયાની અગરબત્તી વેચાઈ ચૂકી છે. તેની 10% રકમ મંદિર ટ્રસ્ટને આપવામાં આવે છે. એકબાજુ આ પ્રોજેક્ટને કારણે શિરડી ટ્રસ્ટ લાખો રૂપિયા દર મહિને કમાઈ રહ્યું છે તો બીજીબાજુ શિરડીની આસપાસના ગામોની કમાણી પણ વધી રહી છે. અહીંથી પણ મોટી માત્રામાં ફૂલ શિરડી પહોંચવા લાગ્યા છે. આ ફૂલમાં મોટાભાગે ગલગોટા અને ગુલાબ હોય છે. આ પ્રોજેક્ટમાં માત્ર મહિલાઓ જ કામ કરી રહી છે. 400 મહિલાઅોને રોજગાર મળી રહ્યો છે. પ્રોજેક્ટમાં સામેલ જનસેવા ફાઉન્ડેશનની સ્થાપક શાલિનીતાઈ વિખેપાટિલે કહ્યું કે ફૂલોમાંથી અગરબત્તી બનતા શીખવા અમારી ટીમ ઇઝરાયેલ ગઈ હતી. ત્યાં સમગ્ર પ્રોસેસ જોઈ. ખરાબ ફૂલોનો શું ઉપયોગ કરવો તેની ચિંતા હતી. તેમાંથી અગરબત્તી બનાવવાનો આઈડીયા આવ્યો.

દરરોજ 40 હજાર અગરબત્તી બને છે | સાંઈ મંદિરના ફૂલ જનસેવા ફાઉન્ડેશન લોણી ગામ પહોંચાડે છે. અહીં ફૂલના રંગ પ્રમાણે છૂટા પડાય છે. 3 દિવસ સુધી સોલાર ડ્રાયરમાં તેને સૂકવવામાં આવે છે. સૂકાયેલા ફૂલોની પાંદડીને પીસીને પાવડર બનાવાય છે. ત્યારબાદ પેસ્ટ બનાવી તેની અગરબત્તી બનાવાય છે. પછી તેને ગુલાબના કુદરતી રંગમાં ભીંજવી ફરી સોલાર ડ્રાયરમાં સૂકવવામાં આવે છે. સૂકાયેલા બાદ 30 ગ્રામના પેકિંગમાં તેને પેક કરાય છે. અહીં રોજ 40 હજાર અગરબત્તી બને છે.

અન્ય સમાચારો પણ છે...