તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાફીઝની 10મી સદીની મદદથી પાક.ના 255/3

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુબઈ | મોહમ્મદ હાફીઝ (126)ની સદી અને ઈમામ ઉલ-હક (76) સાથે પહેલી વિકેટ માટે 205 રનની તેની ભાગીદારની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ત્રણ વિકેટ પર 255 રન બનાવ્યા છે. 37 વર્ષીય હાફીઝે કારિકિર્દીની 10મી સદી ફટકારી. તેણે 208 બોલમાં 15 ચોગ્ગા સાથે 126 રન કર્યા. ઈમામ ઉલ-હકે 188 બોલમાં 76 રનમાં સાત ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.ટેસ્ટ ઈતિહાસમાં આ માત્ર 10મી વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વિકેટ માટે 200 રન અથવા તેનાથી વધુની ભાગીદારી થઈ છે. ઈમામને ઓફ સ્પિનર નાથન લાયને આઉટ કર્યો. હાફિઝને પીટર સિડલે લેગ બિફોર આઉટ કર્યો. અઝહર અલી 80 બોલમાં 18 રન બનાવીને જોન હોલેન્ડના બોલમાં આઉટ થયો. સ્ટમ્પ્સ સમયે હેરિસ સોહેલ 15 અને મોહમ્મદ અબ્બાસ એક રન બનાવી ક્રિઝ પર હતા.

અન્ય સમાચારો પણ છે...