તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div લખનૌમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં 550 સ્ટુડન્ટે 61 મિનિટમાં કેળાનું DNA કાઢીને નવો વર

લખનૌમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં 550 સ્ટુડન્ટે 61 મિનિટમાં કેળાનું DNA કાઢીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનૌ | લખનૌમાં હાલ ચાર દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં શનિવારે 550 બાળકોએ 61 મિનિટમાં કેળાનું ડીએનએ કાઢીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. જી. ડી. ગોયન્કા પબ્લિક સ્કૂલમાં સર્જાયેલા આ રેકોર્ડમાં ધોરણ-8થી ધોરણ-12ના વિદ્યાર્થીઓ સામેલ હતા. અગાઉનો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાની સિએટલ ચિલ્ડ્રન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા વર્ષે 8 ફેબ્રુઆરીએ સર્જાયો હતો, જેમાં 302 સ્ટુડન્ટે 90 મિનિટમાં પપૈયાનું ડીએનએ કાઢ્યું હતું. લખનૌમાં આ પ્રયોગ તેની સરખામણીમાં 29 મિનિટ વહેલો પૂરો કરી લેવાયો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમના ઋષિનાથે સ્કૂલને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ સોંપ્યું. પ્રયોગ કરતા પહેલા બાળકોને ડેમો કરીને બતાવાયો હતો.

કેળું હથેળીથી દબાવી તેમાં સોલવન્ટ ભેળવી ડીએનએ કાઢ્યું
કેળાનું ડીએનએ કાઢવા માટે કોઇમ્બતુરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગે એક બફર (સોલવન્ટ) બનાવ્યું હતું. તેની મદદથી પ્રયોગ સફળ રહ્યો. ઇન્સ્ટિટ્યૂટની થિયોલોજિયન મધુમિતા દાસગુપ્તાએ જણાવ્યું કે આ પ્રક્રિયા સામાન્ય તાપમાને કરાઇ. કેળાની છાલ ઉતારીને તેને હથેળીથી પીસીને તેમાં સોલવન્ટ ભેળવાયું. પછી તેને ગાળીને ઇથેનોલ ભેળવાયું. આ રીતે કેળાનું ડીએનએ અલગ થઇ ગયું.

મનુષ્યના શરીરનું 50 ટકા ડીએનએ કેળા જેવું હોય છે
ડીએનએ એક જિનેટિક મટિરિયલ છે. તેમાં જીવની બ્લૂપ્રિન્ટ હોય છે. મનુષ્યનું 50 ટકા ડીએનએ કેળા જેવું જ હોય છે. આપણા એક ઇંચના ડીએનએમાં 25 ગીગાબાઇટ ડેટા રેકોર્ડ રહે છે. આપણે એક વાર જમીએ તો અંદાજે 63 હજારથી 93 હજાર માઇલ લાંબું ડીએનએ ખાઇ જઇએ છીએ. મનુષ્યના ડીએનએને એક સીધી લાઇનમાં રાખીએ તો તે એટલું લાંબું રહે કે 600 વખત સૂર્ય સુધી જઇને પાછું આવી શકે.

અન્ય સમાચારો પણ છે...