તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div રોબોકૂક 25 પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન બનાવશે, તેને પેટન્ટ પણ મળી ગઇ

રોબોકૂક 25 પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન બનાવશે, તેને પેટન્ટ પણ મળી ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા ઘરમાં નથી છતાં, તમને તેના હાથનું બનેલું ભોજન ઘરમાં જ મળી શકે છે. બિહારના ભાગલપુરના અભિષેક ભગતે એક એવો રોબોકૂક (ભોજન બનાવનીરી મશીન) બનાવ્યો છે. જે કડાઇમાં 25 પ્રકારના વ્યંજન બનાવી શકે છે. અભિષેકને તેનું પેટન્ટ મળી ગયું છેે. થ્રી-ડી પ્રિટિંગની મદદથી તૈયાર કરાયેલા રોબોકૂકના પ્રોટોટાઇપનો પ્રયોગ સફળ રહ્યો. આગામી દિવસોમાં 10000ની કિંમતે બજારમાં મળી શકશે. તમે દાળ, શાક જેમકે બટાકા, કોબીજ, મટીર-પનીર, રિંગણનું ભરતું કે સેવઇની ખીર સહિત પોતાની પસંદના વ્યંજનને મોબાઇલ એપ પર પસંદ કરો. એપ રોબોકૂકનેને નિર્દેશ આપશે. રોબોકૂકમાં ખાદ્ય સામગ્રીના બોક્સ છે. તે તમારી ભાષામાં તમને કહેશે કે ક્યા બોક્સમાં કઇ સામગ્રી મૂક્વી જોઇએ. પછી બટન દબાવી છોડી દેવાનું અને જોત જોતામાં રોબોકુ 4-5 લોકો માટે સામાન્ય સમયમાં ભોજન તૈયાર કરી આપશે.

રોબોકૂક સાથે અભિષેક ભગત

એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બાયોસ્મોકટ્રેપ બનાવ્યું
મહારાષ્ટ્રના પ્રસાદ ઠાકરેએ એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બાયોસ્મોકટ્રેપ નામનું ફિલ્ટર બનાવ્યું છે, જેને વાહનોમાં સાઇલેન્સરની જગ્યા પર ક્લિપથી ફિટ કરી શકાશે અને પીયુસીની જેમ પ્રદૂષણનું રીડિંગ કરી શકાશે. તેની કિંમત પાંચ રૂપિયા જેટલી થશે.

બ્લ્ડશૂગર માપવાની સ્ટ્રીપ 5 રૂપિયામાં મળશે
કેરળની અમૃતા વિદ્યાપીઠના ડો. બિપિન નૈયરે એવું ગ્લુકોમીટર (બ્લડશૂગર માપવાનું મશીન) બનાવ્યું છે જેની સ્ટ્રીપ પાંચ રૂપિયાથી પણ ઓછી કિંમતની હશે.

અન્ય સમાચારો પણ છે...