તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહા મૃત્યુંજય જપ વિશેષ થતા હોય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહા મૃત્યુંજય જપ વિશેષ થતા હોય છે
સોમવતી અમાસના દિવસે શિવ પૂજનનો ઘણો મહિમા છે, આ દિવસે શિવ જપ, અને મહા મૃત્યુંજય જપ વિશેષ થતા હોય છે, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ કવચ, રુદ્રી પાઠ પણ થતા હોય છે, શિવ મંદિરમાં જળ અભિષેક, ગાયના દૂધ વડે અભિષેક કે પંચામૃત દ્વારા અભિષેક પણ થતાં હોય છે, શિવ પૂજા દ્વારા ગ્રહો દ્વારા થતાં દૂષિત યોગ જેવા કે ચાંડાલ યોગ, વિષ યોગ, કાર્લ સર્પ યોગ, વગેરે જેવા યોગની પૂજા શાંતિ કરવામાં આવતી હોય છે.

પીપળાના પૂજનનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય
સોમવતી અમાસે વિષ્ણુ સ્વરૂપ પીપળાના પૂજનનું મહાત્મ્ય છે. આ દિવસે પીપળાને કંકુ, ચોખા, દીવા, ધૂપ વગેરેથી પૂજન કરવું તથા પીપળાને જળ અર્પણ કરવું. તેમજ 108 વખત પ્રદક્ષિણાની સાથે ‘મુલતો બ્રહ્મસમાસ મધ્યતો વિષ્ણુ સપિણે, અગ્રતઃ શિવઅમાસ અશ્વત્થાય નમો નમઃ ’ મંત્ર બોલવો. આ મંત્રનો અર્થ થાય છે કે હે અશ્વત્થાય આપના મૂળમાં બ્રહ્માજી રહ્યા છે. મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવજી રહ્યા છે. આપણે વારંવાર વંદન હો. નિશિથભાઈ ઉપાધ્યાય, સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્ટ એન્ડ એસ્ટ્રોલોજર

અન્ય સમાચારો પણ છે...