તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div ગુજરાત બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ ખાનગી શાળા સંચાલકોમાં

ગુજરાત બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ ખાનગી શાળા સંચાલકોમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. બે દિવસમાં સરકાર વેકેશન પરત નહીં ખેંચે તો સંચાલકોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે. એટલું જ નહીં સરકારી તથા ગ્રાન્ટેડ શાળા નવરાત્રી વેકેશનનું પાલન નહીં કરે તો તેમને 1 લાખ સુધીનો દંડ કરવાની મૌખિક સૂચના સરકારે આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

સરકારે નવરાત્રી વેકેશનની કરેલી જાહેરાત બાદથી રોજેરોજ નવા વિવાદ થઇ રહ્યા છે. સરકારે સીબીએસઇ તથા અધર બોર્ડની શાળા માટે વેકેશન મરજિયાત કર્યું છે. પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલો માટે વેકેશન ફરજિયાત કર્યું છે ત્યારે શાળા સંચાલકોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. શહેરની 400થી વધુ ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશનનો ખુલ્લો વિરોધ કર્યો છે. આ અંગે સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુએ જણાવ્યું કે, સરકાર બે દિવસમાં નવરાત્રી વેકેશન પાછું નહીં ખેંચે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી છે. સીબીએસઈ તથા અધરબોર્ડની સ્કૂલોમાં શિક્ષણકાર્ય ન બગડે તે માટે નવરાત્રી વેકેશન મરજિયાત કર્યું પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલોનું શિક્ષણકાર્ય બગડે તે માટે નવરાત્રી વેકેશન ફરજિયાત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...