તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતનાને વધારી શક્તિની સાધનાનું પર્વ છે નવરાત્રિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગી અશ્વની ધ્યાન ફાઉન્ડેશન

સૃષ્ટિ સુર અને આસુરી શક્તિઓનો કુલ સરવાળો છે. સૃષ્ટિના સંરક્ષણ અને નબળા લોકોની રક્ષા માટે આસુરી શક્તિઓનો નાશ જ દુર્ગા માતાનું કામ છે. દેહ અને તેના તત્વ શું છે, તેને સમજવા માટે ઉચ્ચસ્તરીય ચેતના જરૂરી છે. દુર્ગા મા આ સિદ્ધાંતનું વ્યક્તિકરણ છે કે જે નિર્દોષો અને નબળા લોકોને તકલીફ આપે છે અને તેમનું પતન જરૂર થશે. આ સૃષ્ટિના સંરક્ષક ભગવાન વિષ્ણુની પાસે ચાર પ્રકારની શક્તિઓના રૂપક છે. પહેલું છે કમળ જે સૌમ્ય ચેતવણી આપે છે. જ્યારે તે કામ ન આપે ત્યારે ખતરાનો સંકેત આપતા શંખ વગાડવામાં આવે છે. જો તે ન સંભળાય તો તેમની ગદા ગંભીર રોગ અથવા ભાવનાત્મક અથવા આર્થિક નુકશાનના રૂપમાં આંચકો આપે છે. જો તેમ છતાં પણ વ્યક્તિમાં પરિવર્તન ન આવે તો નાશ માટે ચક્ર છે. હવે ચક્ર-ગદાના કારણે કોઇ ભગવાન વિષ્ણુને હિંસક તો ન કહી શકે. દુર્ગા દેવીને પણ આવા રૂપમાં જોવા મૂર્ખતા છે. નવરાત્રિ શક્તિથી ભરેલો સમય હોય છે. આ તેવી શક્તિ છે, જે સૃષ્ટિની દરેક વસ્તુને ઊર્જા આપે છે. નવરાત્રિમાં શક્તિના ત્રણેય પાસાઓનું દોહન કરી શકાય છે.પહેલા ત્રણ દિવસ સરસ્વતીની શક્તિ હોય છે, તે બાદ લક્ષ્મીના અને અંતિમ ત્રણ દિવસ દુર્ગાની ઊર્જાના હોય છે. આ શક્તિઓ ત્રણ ગ્રંથીઓ ખોલે છે - બ્રહ્મગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ, રૂદ્ર ગ્રંથિ જેમનો સંબંધ ક્રમશ: શરીરના નિચલા, મધ્ય અને ઊપરના ભાગથી થાય છે, તેમની કુલ અસર આ હોય છે કે પ્રાણ ઊર્જા ઊપર ઉઠીને સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરીને મગતના સુષુપ્ત ભાગોને જાગૃત કરે છે અને સાધકને સિદ્ધિઓ અને અનુભૂતિઓ મળે છે.

અન્ય સમાચારો પણ છે...