તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પિતાએ મૃત્યુ પહેલા પુત્રને બોલાવી કહ્યું કે દેખો જીંદગી ઔર મૌત ઇન્સાન કા નીજી મામલા હોતા હૈ, મેરે મૌત કે બાદ મેરે મિત્ર ચેતન આનંદ કે અલાવા કિસીકો મત બતાના ! મેરે અંતિમ સંસ્કાર કે બાદ હી બોલીવુડ કો સૂચિત કરના જીવન અને મૃત્યુ પ્રત્યે આટલું સહજ અભિગમ રાખનાર અભિનેતા રાજકુમારનો આંજે જન્મદિવસ છે. આજના પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જન્મેલા રાજકુમારનું મુળનામ કુલભૂષણ પંડિત અને વ્યવસાયે પોલીસ ઇન્સ્પેકટર હતા, એકવાર તેમના સહાયકે કહ્યું કે સાહેબ આપનું વ્યક્તિત્વ તો ફિલ્મના નાયક જેવું છે, નસીબ અજમાવો, છવાઈ જશો ! અને સાહેબ જાણે આવી કોઈ વિનંતિની રાહ જ જોતા હોય તેમ નીકળી પડ્યા અને સાચે જ છવાઈ ગયા. શાહી બાઝારથી પોતાની અભિનયયાત્રા શરુ કરનાર રાજકુમારે તે પછી મધર ઇન્ડિયા, હમરાઝ, નીલકમલ, પાકીઝા, રાજતિલક, સૌદાગર, તિરંગા, મરતે દમ તક જેવી અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જિસકે ઘર સીસે કે હોતે હૈ, વો દુસરે કે ઘર પર પથ્થર નહિ ફેંકતે હૈ અને જાની હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે, મગર વો બંદુક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા જેવા સંવાદો તો અવિસ્મરણીય છે. આ અભિનેતાનું તારીખ ૩ જુલાઈ ૧૯૯૬ના રોજ કેન્સરના કારણે અવસાન થયું હતું .

અન્ય સમાચારો પણ છે...