તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 7 બેઠકોમાંથી 7 પર કોંગ્રેસ વિજેતા જાહેર

7 બેઠકોમાંથી 7 પર કોંગ્રેસ વિજેતા જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલની તાલુકા સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા


ધ્રોલતાલુકા સંઘની પ્રતિષ્ઠા ભરી ચુંટનીના જંગમા કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થયો હતો. અને સાતેય બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.કુલ સાત બેઠકોમાથી ત્રણ બેઠક પર પ્રથમ વખત ભાજપ પ્રેરીત ઉમેદવારો ઉભા રખાયા હતા. પરંતુ ત્રણેય ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો હતો. અને કોંગ્રેસે બાજી મારી હતી.

ધ્રોલ તાલુકા સંઘની પ્રતિષ્ઠાભરી ચુંટણીમા કુલ સાત બેઠકો માટેની ચુંટણી યોજાઇ હતી. તાલુકા સંઘની ચુંટણીમા ફોર્મ ભરાયા ત્યારે બેઠક નં 1,4,5,6 બિનહરીફ થઈ હતી. જ્યારે બેઠક નં 2 ,3 ,7 માટે ચુંટણી યોજાઇ હતી. બેઠકનં 2 ઉપર કોંગ્રેસના પ્રધ્યુમનસિંહ જાડેજા, બેઠક નં 3 ઉપર મહવીરસિંહ જાડેજા, બેઠક નં 7 ઉપર ગણેશ રામાણીનો વિજેય થયો હતો. બેઠક 4 ડાયા વશરામ, બેઠક 5 બચુભાઇ દલસાણીયા બેઠક 6 કરશન ગડારા બીનહરીફ ચુંટાયા હતા.

કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થતા પ્રધ્યુમન સિંહ જાડેજાએ જણાવ્યુ હતુકે ધ્રોલના ધારાસભ્યના નેતૃત્વ હેઠળ લડાયેલા તાલુકા સંઘની ચુંટણીમા કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થયો હતો. અને કોંગ્રેસે જિ.પ. તા.પ. માર્કેટીંગ યાર્ડ, ડિસ્ટ્રીકટ બેંક, સહીતની અનેક ચુંટણીઓમા કોંગેસ વિજેતા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...