• Gujarati News
  • National
  • ધ્રોલમાં રસોઇ બનાવતા દાઝી જવાથી યુવતીનું મોત

ધ્રોલમાં રસોઇ બનાવતા દાઝી જવાથી યુવતીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનારાજપર ગામમાં રહેતી 19 વર્ષીય યુવતિનું દાઝી જવાથી મોત નિપજ્યું છે.રાજપરમાં રહેતી રીધ્ધી મોહનભાઇ ટોળીયા (ઉ.વ.19) નામની યુવતિ પોતાના ઘરે રસોઇ બનાવતી હતી.દરમિયાન કેરોસીન નાખવા જતા અચાનક ભડકો થતા દાઝી જવાથી મોત નિપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ધ્રોલના રાજપર ગામમાં રહેતી રીધ્ધીબેન મોહનભાઇ ટોળીયા (ઉ.વ.19) નામની યુવતિ પોતાના ઘરે ચુલા પર રસોઇ બનાવતી હોય.ત્યારે અચાનક ચુલામાં કેરોસીન નાખવા જતા ચુલમાં ઓચિંતાનો ભડકો થતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.પરંતુ હોસ્પીટલમાં સારવાર કારગત નિવડે તે પહેલા રસોઇ બનાવતી યુવતીનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...