તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જોડિયામાં SBI બેંક શાખામાં નાણાંની તંગી સર્જાતાં અરજદારોમાં નારાજગી

જોડિયામાં SBI બેંક શાખામાં નાણાંની તંગી સર્જાતાં અરજદારોમાં નારાજગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડીયાનીએસબીઆઇ શાખામાં તાલુકાઓના ગામડા ઉપરાંત સ્થાનિક પ્રજા,ખેડુતો,સરકારી કર્મચારીઓ,તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ખાતા ધરાવે છે. હાલ જોડીયા એસબીઆઇ શાખામાં ધ્રોલ બ્રાંચ તરફથી પાંચ લાખ જેટલી રકમ ફાળી છે. પરિણામે રકમમાંથી બેંકના અધિકારીઓએ શાખાના એટીએમમાં અડધી રકમ તો જમા કરવી પડે છે.જેથી બેંકના ખાતધારકોને રકમ ફાળવવામાં નાણાની અછત સર્જાય છે.જોડીયાની એસબીઆઇ શાખા હાલ નાણા માટે ધ્રોલની બ્રાંચ પર નિર્ભર છે.પરંતુ ધ્રોલ બ્રાંચ દ્વારા પુરતા નાણા ફાળવવામાં આવતા જોડીયા શાખામાં ઉહાપોહ મચી ગયો છે.

પરંતુ નવાઇની વાત તો એછે કે,ધ્રોલની એસબીઆઇ શાખામાં છેલ્લા બે મહીનાથી આરબીઆઇ દ્વારા પુરતા પ્રમાણમાં નાણા નથી આપવામાં આવી રહ્યા.પરિણામે અન્ય શાખાઓમાં નાણા આપવામાં ફાફા પડી રહ્યા છે.આ અંગેની બેંકના સતાધિશો દ્વારા વારંવાર કલેક્ટરને રજુઆતો પણ કરવામાં આવી છે. છતા પણ બે મહિના થવા છતા હજુ સુધી કોઇ નિરાકરણ નથી આવ્યું અને પરિણામે અરજદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

જોડીયા એસબીઆઇ બેંકના મેનેજર વિકાસ મિશ્રાએ જણાવ્યું હતું કે, નાણાની તંગી બાબતે કલેકટર તેમજ બેંક અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. પુરતા નાણા આપવા રજુઆત કરાઇ છે,પરંતુ આરબીઆઇ દ્વારા પુરતા નાણા ફાળવવામાં નથી આવતા.

બે માસથી રજૂઆત : બેંક મેનેજર વિકાસ મિશ્રા

અન્ય સમાચારો પણ છે...