તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધ્રોલની જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં NSS યુનિટની વિદ્યાર્થીનીઓએ લોકશાહીના પર્વ

ધ્રોલની જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં NSS યુનિટની વિદ્યાર્થીનીઓએ લોકશાહીના પર્વ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલની જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં NSS યુનિટની વિદ્યાર્થીનીઓએ લોકશાહીના પર્વ સમાન વિદ્યાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અંતર્ગત સ્કુલમાં ક્વીઝ સ્પર્ધા તેમજ શહેરના લોકોને વીવીપેટ મશીનની સમજણ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી. તેમજ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લઇ જ્ઞાનસભર ઉતરો આપ્યા હતા. જેમાં સાંયજા મીરાલી પ્રથમ સ્થાને,કાલાવડીયા ધન્વી દ્વિતીય સ્થાને અને પનારા કિંજલ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્કૂલમાંથી મતદાન જાગૃતિ અંગેની રેલીનું પ્રસ્થાન કરીને ધ્રોલમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતાં. તેમજ મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતાં.તસવીર -જયેશ ભટ્ટ

ધ્રોલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા રેલીના માધ્યમથી મતદાન જાગૃતિ સંદેશ

અન્ય સમાચારો પણ છે...