• Home
  • Gujarat
  • Jamnagar Jilla
  • Dhrol
  • ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ખેડૂતોને રાહત દરે ડીઝલ

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ખેડૂતોને રાહત દરે ડીઝલ

DivyaBhaskar News Network

Mar 26, 2018, 04:20 AM IST
ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ખેડૂતોને રાહત દરે ડીઝલ

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ખેડૂતોને રાહત દરે ડીઝલ મળી રહે તે માટે ડીઝલ પંપનું સાંસદનાં હસ્તે ઉદઘાટન કરાયું હતું.અકસ્માતે મૃત્યુ પામેલ ખેડૂત પરિવારને વીમાનાં ચેકનું વિતરણ તેમજ નવા ચુંટાયેલા સરપંચો અને ધ્રોલ નગરપાલિકાનાં સદસ્યોનાં સન્માન સમારંભ જેવા ત્રિવીધ કાર્યક્રમો યોજાયા. ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ત્રિવીધ કાર્યક્રમોમાં સાંસદ પુનમબેન માડમનાં હસ્તે ખેડૂતો માટે રાહત દરે ડીઝલ મળી રહે તે માટે ડીઝલ પંપનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ગુજરાત સવર્ણ આયોગનાં ચેરમેન બી એચ ઘોડાસરા, પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ જયેન્દ્રભાઇ મુંગરા ધ્રોલ શહેર અને તાલુકા ભાજપનાં પ્રમુખોસહિતનાં પદાધીકારીઓ આગેવાનો અને ખેડૂતોની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન રશીકભા ભંડેરીએ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.

X
ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે ખેડૂતોને રાહત દરે ડીઝલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી