• Gujarati News
  • National
  • શિવનાં સ્વરુપનું જ્ઞાન પ્રાપ્ત થવાથી પરમાનંદની પ્રાપ્તિ સહજ બને

શિવનાં સ્વરુપનું જ્ઞાન પ્રાપ્ત થવાથી પરમાનંદની પ્રાપ્તિ સહજ બને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદ્યગુરુશંકરાચાર્યજીએ વિવેક ચુડામણીનાં ત્રીજા શ્લોકમા કહયું છેકે જગતમાં ત્રણ વસ્તુઓ અતિ દુર્લભ છે. એક તો દૈવયોગથી મનુષ્ય જન્મ મળવો બીજી મોક્ષની ઇચ્છા થવી અને ત્રીજુ પરબ્રહ્મતા યાનિ કે પરમાનંદની પ્રાપ્તિ થવી. છતાં પુર્વજન્મનાં પુણ્યોથી પરમ દુર્લભ મનુષ્ય જન્મને પામી શાસ્ત્રોનું પઠન તેમજ ધર્મનાં ઉપદેશોને સાંભળવા છતાં માયાને આધિન થઇ સંસારચક્રમાં અનેક વમળોમાં ભટકતો મનુષ્ય ભોગો ભોગવતા છતાં અંતરથી સુખને પામતો નથી અંતે તે સુખ તેમજ મુકિતની ઇચ્છા સાથે મુક્તિદાતા શિવનાં શરણમાં જાય છે.

આધ્યાત્મ જગતમાં પ્રવેશનારા માટે તન અને મનથી પવિત્રતા ધારણ કરી અસત્ માત્રનો ત્યાગ કરી અભેદ બુદ્ધિથી અને સદભાવનાની સીડીથી સન્માર્ગને પ્રસસ્થ કરવો. તેમજ શિવરુપી ગુરુનાં માર્ગદર્શનથી નિર્ગૂણ અને નિરાકાર એવા પરબ્રહ્મ શિવની સંપત, વિપત, આરોપ, સંવર્ગ અને અધ્યાસ પ્રમાણે ક્રમવાર ઉપાસના કરતાં કરતાં જગતનાં કાર્ય અને કારણરુપ એવા શિવનાં તત્વનું જ્ઞાન પ્રાપ્તીનાં માર્ગમાં આગળ વધે છે. આથી મનુષ્ય શરીરમાં રહેલ ઇન્દ્રીયરુપી ઘોડાને મનથી લગામ કરવાથી જે શરીરરુપી રથમાં બેઠેલા આત્મારુપી સારથી થી વશ કરે છે. ત્યારે તમામ કુતર્કોથી વિમુકત થઇ ને ઇશ્વરપ્રત્યે નિષ્કામ ભાવ ઉત્પન્ન થાય છે. તે પરમતત્વ શિવની નજીક જવા માટે અધિકારી બનતાં તેનાં સ્વરુપનું જ્ઞાન પ્રગટ થવા લાગે છે. વિષ્ણુ પુરાણમાં જ્ઞાનનાં બે પ્રકાર વર્ણવ્યા છે.

આગમોત્થવિવેકાશ્ચ દ્વિધા જ્ઞાનં તથોચ્યતે

શબ્દબ્રહ્માગમયં પરં બ્રહ્મ વિવેકજમ્

જ્ઞાનનાંબે પ્રકારોમાં એક વેદ શાસ્ત્રજન્ય અને બીજુ વિવેકજન્ય તેમાં શાસ્ત્રોનાં પરિશિલન અને નિદિધ્યાસનથી પ્રાપ્ત થયેલું જ્ઞાન આગમોત્થ કહેવાય છે. જયારે ઉપાસના આદિ બ્રહ્મવિદ્યાઓ દ્વારા અનુભવાત્મક રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન વિવેકોત્થજ્ઞાન મનાયું છે. મનુષ્યને ગુરુ દ્વારા બ્રહ્મવિવેકથી શિષ્યને ઉપાસના યોગ આદિ ક્રિયાઓ દ્વારા મળેલું જ્ઞાન અનુભવથી આધ્યાત્મતત્વનો નિશ્ચય કરાવી શકે અને એજ પરમાત્મામાં વિશ્વાસ પ્રતિપાદિત કરી શકે છે. કેમકે તે યથાર્થરુપમાં ઇશ્વરનાં સ્વરુપનું પરિચયકાર હોય છે. અથર્વવેદનાં દશમાકાંડનાં બીજા સુકતમાં વર્ણવ્યું છેકે અધિકારી થતાં આત્મજ્ઞપુરુષને તો પરમાત્મા તરફથી સાત્વીક જીવન તથા તેનાં સ્વરુપનું યથાર્થ જ્ઞાન મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...