તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલા બેસણામાં ગયા, તસ્કરાે 5.24 લાખની મતા ઉસેડી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા બેસણામાં ગયા, તસ્કરાે 5.24 લાખની મતા ઉસેડી ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલમાં લંઘા શેરીમાં લૌકિકે ગયેલા એક મહિલાનાં મકાનમાંથી ધોળા દિવસે પલંગની નીચે રાખેલી પેટીમાંથી કોઇ રૂપિયા 3,35,000ની કિંમતનાં સોનાના દાગીના 9800ની કિંમતનાં ચાંદીના દાગીના અને 1,80,000ની રોકડ સહિત 5,24,000ની મતા ચોરી થયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ પોલીસે તસ્કરોને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ધ્રોલનાં લંઘા શેરીમાં ખોજા જમાત ખાનાની બાજુમાં એકલા રહેતા બાનુબેન હુશેનભાઇ કાજી ઘરકામ કરી પેટિયું રળી ગુજરાન ચલાવતા હોય તા.17મીના સાંજનાં પાંચેક વાગ્યાનાં સુમારે તેના ભાડૂઆતના પિતા ગુજરી ગયા હોય તેનાં બેસણામાં તેમના પાડોશી સાથે બાનુબેનને જવાનું હોય તેમનાં પાડોશીની દીકરીને મકાનનું તાળું મારી ચાવી સંડાસની બારીમાં મૂકી દેવાનું જણાવ્યું હતું અને તેઓ પડોશી સાથે બેસણામાં ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ એકાદ કલાક પછી એક વાગ્યાના સુમારે તેઓ બેસણામાંથી પરત આવતા ઘરનું તાળું અને ચાવી દરવાજાની નીચે પડેલા જોયા હતા.

તેમજ દરવાજો ખાલી બંધ હતો. જેથી બાનુબેને ઘરમાં જઇ જોતા કોઇ ચીજવસ્તુ આડી અવળી જોવા મળી હતી. કોઇને પાણી પીવું હશે એટલે દરવાજો ખોલ્યો હશે તેવું માની ઘરનાં કામકાજમાં વ્યસ્ત થઇ ગયા હતા.

દરમિયાન તા. 18મીની વહેલી સવારે ઘરમાં ગેસની પરમિટ અને પાસબુક ગોતવા માટે દાગીના રાખેલી પેટીમાં પલંગ નીચે જોતાં લોખંડની પેટી જોવા મળેલ નહીં. આથી તેઓ હતપ્રભ બની ગયા હતાં અને પડોશીને બોલાવ્યા હતાં અને આખા ઘરમાં તપાસ કરી હતી.

પરંતુ પેટી જોવા મળી નહીં. પેટીમાં રોકડ રૂપિયા 1,80,000 સોનાનાં પાટલા, બુટિયા, બૂટી, પેન્ડલ, ચેઇન, એરિંગ વીંટી જેવા વિવિધ આશરે 168 ગ્રામનાં દાગીના કિંમત રૂ. 3,35,000 તેમજ આશરે 374 ગ્રામ ચાંદીનાં સાકળા, કંદોરો નંગવાળી વીટી કડલી વિગેરે દાગીના કિંમત રૂા. 9800 મળી કુલ 5,24,000 ની મતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી ગયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધ્રોલ પોલીસે ગુનો નોંધી એફ.એસ.એલ. અને ડોગ સ્કવોડની મદદથી તસ્કરોને પકડી પડવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

ઘરકામ કરી એકઠી કરેલી રકમ ચાેરી ગયા

ઘરકામકરી ગુજરાન ચલાવતા બાનુબેનને કોઇ સંતાન હોય તેમજ તેમનાં પતિ પણ ત્રીસેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. ઘરકામ કરી ટીપે ટીપે એકઠી કરેલી મતા કોઇ ચોરી જતાં તેઓ હતપ્રભ બની ગયા હતાં. પાડોશી અને અન્ય લોકોની મદદથી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયાં હતા.

ધ્રોલમાં તસ્કરોના તરખાટથી લોકોમાં ફફડાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો