ભાસ્કર ન્યુઝ | ધ્રોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | ધ્રોલ

વનવિભાગદ્વારા ધ્રોલતાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.તેમાં કાલાવડનાં ધારાસભ્યએ વધુને વધુ વૃક્ષો વાવવા તેમજ ઘરનાં તમામ સારા પ્રસંગોમાં કમસે કમ એક વૃક્ષ વાવવાની હીમાયત કરી હતી. તેમજ તાલુકાનાં વનવિભાગની કામગીરીનો ચિતાર અપાયો હતો.

વન મહોત્સવની ચાલી રહેલી ઉજવણી અંતર્ગત ધ્રોલ તાલુકાનો વન મહત્સવ યોજાયો હતો. સોયલમા આવેલી ડેલ્ટા સ્કુલમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થિઓ તેમજ લોકોની હાજરીમાં કાલાવડનાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, વન વિભાગનાં આર.એફ.ઓ. કટારીયા તથા જે.જે. ભોરણીયા, મામલતદાર પી.એમ. દવે, ટીડીઓ જે.પી.નર્વે,ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, શહેર પ્રમુખ મગનભાઇ ભોજાણી, ડી.ડી જીવાણી, સોયલનાં સરપંચ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ડેલ્ટા સ્કુલનાં વિદ્યાર્થીએ વૃક્ષોનાં મહત્વ વિશે સમજાવ્યું હતું. આર.એફ.ઓ. કટારીયાએ ધ્રોલ વનવિભાગ દ્વારા કરાતી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે વર્ષે ધ્રોલ તાલુકાની વિવિધ નર્સરીઓમાં 3.5 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરાયો છે. તેમજ વૃક્ષો વાવવામાં લોકોને સહભાગી થવા અપીલ કરી હતી.

ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 33 ટકા વૃક્ષો હોવા જોઇએ તેની જગ્યાએ માત્ર 11 ટકામાંજ વૃક્ષો છે. વૃક્ષોનું મહત્વ સમજાવી આપણા ઋષિમુનિઓએ વૃક્ષારોપણને ધર્મ અને જીવન સાથે જોડી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે. જીવન ટકાવવા માટે જરુરી એવા ઓકસીજનનો મુખ્ય સ્ત્રોત વૃક્ષોજ છે. જો વૃક્ષોની જાળવણી નહીં કરાયતો ભવિષ્યમાં આવનારી પેઢીને જીવવા માટે ઓકસીજનનાં બાટલા લઇને ફરવું પડશે. તેમજ ઘરનાં તમામ પ્રસંગોએ એક એક વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...