• Gujarati News
  • National
  • જગતના જીવોના શરીરમાં અધિષ્ઠાતારૂપે રહેલી મહાદેવની આઠ મૂર્તિઓ

જગતના જીવોના શરીરમાં અધિષ્ઠાતારૂપે રહેલી મહાદેવની આઠ મૂર્તિઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વનાંકાર્ય અને કારણરુપ પરબ્રહ્મશિવ સર્વભૂતોનાં અન્તર્યામી તરીકે રહેલા હોવા છતાં સર્વથી અલિપ્ત રહી જડ ગણાતી પ્રકૃતિમાં ચેતનરુપે બિરાજમાન છે. શિવ આઠ મુર્તિઓરુપે પ્રકૃતિરુપ જગતમાં પ્રાણીમાત્ર પર આધિપત્ય ગણાયું છે. મનુષ્ય મહેશ્વરની આઠ મૂર્તિઓનું યજન કરી ભવબંધન માંથી છુટી જાય છે. આનન્દતન્ત્રમાં વર્ણવ્યુ છે કે પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ, શબ્દ, તિમિર અને મન અને જીવ આઠ પ્રકારનાં પદાર્થો જીવોમાં શિવરુપે રહેલા છે. જે એકબીજા સાથે સૂત્ર રુપે જોડાયેલા છે. તે આઠ પદાર્થો પર શિવનું આધિપત્ય ધરાવતી આઠ મૂર્તિઓનું શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે.

ભવઃશર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રઃ સહમહાંસ્તથા,

ભીમેશાનાવિતિ યદભિધાનાષ્ટકમિદમ્ ાા

ભગવાનશિવની આઠ મૂર્તિઓમાં શર્વ આદિ મૂર્તિઓનો જગતમાં આશ્રય છે. તે મહેશ્વરનું શર્વ નામનું સ્વરુપ પૃથ્વીમય સ્થાવર અને જંગમ જગત તેમજ ચર અને અચર ભૂતોને ધારણ કરે છે. તેનું આધિપત્ય અધારભૂત શકિત તેમજ અસ્થિઓ પર છે. સમસ્ત જગતનું જીવન તેનું જળમય સ્વરુપ ભવ તે શરીરમાં અન્નપાચન કરાવી વૃદ્ધિ કરાવે છે. રુદ્ર રુપે અગ્નિમય સ્વરુપને ધારણ કરી આંખોમાં વસી જગતનું પાલન અને પોષણ કરે છે. જગતનાં પ્રાણી માત્રનાં બંધનોરુપી પાશને કાપનારું અને મુકિત પ્રદાન કરનારું સ્વરુપ તેમજ આત્માઓનું આશ્રયસ્થાન છે તે પશુપતિ એટલે કે યજમાન કહેવાય તે ઉદરમાં જઠરાગ્નિરુપે રહી છે.

સર્વ જગતને અત્યંત પ્રકાશમાન કરે છે. તે સુર્યરુપે છેતે ઇશાન મૂર્તિ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા પર આધિપત્ય ધરાવે છે. તેમજ અમૃતમય કિરણોથી ચંદ્ર સ્વરુપે વિશ્વને પુષ્ટ કરે તૃપ્તિ આપે છે તે શિવની સો મહાન એટલે મહાદેવ નામની મૂર્તિ તે પ્રાણીઓનાં મનમાં નિવાસ કરે છે. દરેક મૂર્તિરુપે શરીરોમાં શકિતઓ સહિત રહેલા છે. તે શરીરનાં અલગ અલગ ભાગો પર તેનું આધિપત્ય છે. તેમાં પણ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ પરા અને અપરા પ્રકૃતિને વર્ણવી છે. તેમાં અપરાપ્રકૃતિનાં આઠરુપ છે. તે આઠ પ્રકારનાં જીવનનાં દુઃખો છે. આઠેય પ્રકારનાં દુઃખોનું મહાદેવની આઠમૂર્તિઓમાં અનુસંધાન કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...