• Gujarati News
  • National
  • પ્રકૃતિ અને પુરુષથી પર તેમજ જગતનાં કાર્ય અને કારણરૂપ શિવ

પ્રકૃતિ અને પુરુષથી પર તેમજ જગતનાં કાર્ય અને કારણરૂપ શિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગતમાંસૃષ્ટિની ઉત્પતિ વિશે આમ તો ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. પરંતુ સૃષ્ટિનાં સર્જન કરવાવાળું સુપરપાવર કોઇતત્વ ચોકકસ છે તેવું પણ અભેદ પણે મનાય છે. ભિન્ન ભિન્ન ધર્મોમાં વિવિધ મતો છે. પરંતુ જે વસ્તુ સત્ય છે જેની સંભાવના તેમજ દ્રશ્યમાન છે તેની ઉત્તપત્તિ ચોકકસ હોવી જોયયે. તે અવ્યકત વ્યવસ્થા છે.

કાર્ય અને કારણ જેમ ભિન્ન નથી તેમ જગત પ્રલયકાળે અવ્યકત અને ઉત્પતિકાળે વ્યકત થાય છે. તેનાંથી ઉત્પન્ન થયેલું કાર્ય તે સત્ય છે. સૃષ્ટિની ઉત્પતિ વિશે વેદ, શ્રુતિઓઅને પુરાણો મુજબ બ્રહ્મ દ્વારા થઇ હોવાનું વર્ણન મળે છે. બદરાયણસૂત્રમાં પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞાદ્રષ્યન્તાનુ પરોઘાત્ એટલેકે બ્રહ્મ પ્રકૃતિ અને સર્વનાં ઉપાદાનનું કારણ મનાય છે. જોકે બ્રહ્મની વ્યાખ્યા કરવી શકય નથી તે માત્ર અનુભૂતીનો વિષય છે. બ્રહ્મને સત્યજ્ઞાન, અનંતઆનંદ ઇત્યાદિ લક્ષણથી યુકત અને બધાં ધર્મોથી રહિત મન અને વાણીથી પર તેમજ સજાતિય અને વિજાતિય પદાર્થોનાં હોવાને બ્રહ્મ ગણાય છે. બ્રહ્મ પોતે નિષ્કલ અને સ્થિર અને પ્રકૃતિ એટલેકે માયા તે સાકાર અને પરિવર્તનશીલ છે. તે બ્રહ્મ ને શિવ ગણાયા છે. શિવરુપી નિરાકાર બ્રહ્મ પોતાની માયા વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ મનાય છે. શિવગીતામાં

યંવાયુમાહુર્યં રુદ્રંયમાગ્નિં પરમેશ્વરમ્

પરાત્પરતરં ચાહુઃ પરાત્પરતરં શિવમ્ ાા

જેવાયુશ્રેષ્ઠ, રુદ્ર, યમ, અગ્નિ, પરમેશ્વર, નિરંતર જગતનાં નિયંતા સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિકોથી જે પર છે તે શિવ છે એમ કહી તેને પ્રકૃતિ અને પુરુષથી પર આદિ અનાદિ ગણ્યા છે. જગતનાં સૃષ્ટાએ સૌ પ્રથમ હિરણ્યગર્ભ ઉત્પન્ન કર્યા બાદ બ્રહ્માદિકો તે નિર્વિકાર મહેશ્વર પોતે એક છે પરંતુ માયાનાં સંબંધવાળા છતાં માયાથી પર એવા પોતાની શકિતનાં યોગથી ત્રણેય લોકને અનેક પ્રકારે ઉત્પન્ન અને પાલન કરી અંતે પોતાનામાં સમાવી લે છે. માયાવાન પરમેશ્વરની માયાનાં અવયવોથી સર્વ જગત વ્યાપ્ત છે. એક તત્વથી બીજા તત્વ સાથે યોગ પામી ત્રીગુણાત્મક રીતે આકાશાદિ આઠ પ્રકૃતિ સાથે વિદ્યા અને અવિદ્યા તેમજ ત્રણે ગુણો અને આત્માનાં ગુણો સાથે યોગ પામી શિવ પોતે જગતને કર્મમાં પ્રવૃત કરે છે. તે સ્વાભાવાદિ કર્મોનો આરંભ કરી જગતને તે કર્મો સાથે જોડે છે. કર્મોનો જયારે અભાવ થાય ત્યારે જગતનો નાશ થાય. આથી શિવ પ્રકૃતિ અને પુરુષથી પર બ્રહ્મ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...