• Gujarati News
  • National
  • શિવ અને શકિત સ્વરુપે વાણી તથા અર્થરુપ જગત

શિવ અને શકિત સ્વરુપે વાણી તથા અર્થરુપ જગત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગતનાંકારણરુપ શિવ અને શકિત રહેલા છે. તમામ માર્ગો અંતે તો શિવત્વ તરફ દોરી જતા હોય છે. શાસ્ત્રોમાં શબ્દ ને બ્રહ્મ કહી જગ તો વાગર્થાત્મ્યં કૃતં યથા સંપૂર્ણ જગતને વાણી અને અર્થરુપ કહયું છે. જગતમાં સર્વ પ્રથમ વાણી અને અર્થની કલ્પના ઓમકારમાંથી તેમજ ઓમકારને શિવ અને શક્તિનું પ્રતિક મનાય છે.

શિવ અને શક્તિ જેમ અભિન્ન છે તેમ વાણી અને અર્થનો સંબંધ પણ વાચ્ય અને વાચક ભાવ રુપે હોવાથી કોઇપણ શબ્દ અર્થ વિનાનો હોતો નથી તેમજ કોઇપણ અર્થ શબ્દ વિનાનો હોતો નથી. તેથી તે સમયે ઉચ્ચારેલો શબ્દ સર્વ અર્થને જણાવનાર હોય છે. વિદ્વાનોનાં મતે શબ્દ અને અર્થની ભાવનાએ પ્રકૃતિનું પરિણામ હોવાનું અને શિવ અને શકિતની પ્રાકૃતમૂર્તિ કહેવાય છે. આથી કહયું છે કે

વાગર્થાવિવસંપૃક્તૌ વાગર્થ પ્રતિપતયે ll

જગતપિતરો વન્દે પાર્વતિપરમેશ્વરો ll

પ્રકૃતિનીશબ્દરુપ વિભૂતીનાં સ્થુળ, સુક્ષ્મ અને પરા એમ ત્રણ પ્રકાર કહયા છે. તેમાંની સ્થુળ સાંભળવાથી અનુભવાય છે. સુક્ષ્મએ ચિંતનરુપી અને પરા ચિંતન રહિત અને શક્તિરુપે તેમજ શિવતત્વનાં આશ્રયવાળી મનાય છે. જ્ઞાન તથા શક્તિનો સંબંધ થવાથી ઇચ્છાશક્તિ પ્રગટ થાય છે. તે સમસ્ત કાર્ય સમુહની મુળ પ્રકૃતિપણાને પામી છે.આ શક્તિઓનાં સમષ્ટિ આત્મા શક્તિતત્વ અલગ અલગ ત્રણ શબ્દનાં અને ત્રણ અર્થનાં એમ માર્ગોથી કહેવાય છે, તેમાં મંત્રમાર્ગ,પદમાર્ગ અને વર્ણમાર્ગએ ત્રણ શબ્દના માર્ગો છે. જયારે ભુવનમાર્ગ, તત્વમાર્ગ અને કલામાર્ગ ત્રણ અર્થનાં માર્ગો છે. તેમાં દરેકનું પરસ્પર વ્યાપ્ય અને વ્યાપકપણું રહેલું છે. તત્વો કલાઓ વડે વ્યાપ્ત હોય છે. જે આરંભમાં પરાપ્રકૃતિનાં પાંચ પરિણામરુપે પ્રકટ હોય છે. જે નિવૃતિ આદિ પાંચ કલાઓથી પરિપૂર્ણ છે. કલાઓ થી પર જે શક્તિ છે. તે અવિભકત રીતે માર્ગમાં રહેલી છે. તેનું અસ્તિતવ શિવતત્વમાં હોવાનું મનાય છે.

આથી માર્ગોથી જે પ્રાપ્ત થાય તે શિવતત્વ છે. શિવ સર્વોષ્ટ કારણરુપે હોય માયા પરાશક્તિ એજ પ્રકૃતિ છે. તે ત્રિગુણાત્મક હોય છે માર્ગો જુદા જુદા કાર્ય દ્વારા ઉત્પન્ન કરે છે. તે માર્ગ વાણી અને અર્થમય અને પ્રકારનો છે તે સમગ્ર જગતરુપે છે. સમગ્ર વેદ અને શાસ્ત્રો પણ તેનો વિસ્તાર હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...