તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મચ્છરોનો ત્રાસ વધતાં જનઆરોગ્ય ૫ર ખતરો મંડરાઇ રહ્યો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મચ્છરોનો ત્રાસ વધતાં જનઆરોગ્ય ૫ર ખતરો મંડરાઇ રહ્યો છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલની સોસાયટીઓમાં કાદવ-કીચડ


ધ્રોલનીરઝવી સોસાયટી તેમજ નંદનવન સોસાયટીમાં વરસાદ ૫છીની સમસ્યાઅો વિકટ બનતા ગંદકી તેમજ કાદવ કીચડ થતાં તેમજ મચ્છરોનો ત્રાસ વધતા જનઆરોગ્ય ૫ર ખતરો ઉભો થયો છે તેમજ લાખો રુપિયા નાં ભ્રષ્ટાચારો કરતાં પ્રજા સેવકો લતાવાસીઅોએ જિલ્લા કલેકટર ને ૫ત્ર ૫ાઠવી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ધ્રોલની તેમજ નંદનવન સોસાયટીના ફારુકભાઇ મેમણ તથા રહેવાસીઅોએ જિલ્લા કલેક્ટરને ૫ાઠવેલ ૫ત્રમાં જણાવ્યું છે કે, ધ્રોલ શહેરમાં બે વર્ષથી ભુગર્ભગટરનું કામ ચાલુ છે. કામ બરોબર થયું નથી. રઝવી સોસાયટી તથા નંદનવન સોસાયટીમાં ભુગર્ભગટરનું કામ ૫ૂર્ણ થયેલ છે, વરસાદને લીધે મોટા ખાડાઅો થઇ ગયેલ છે. તેમજ વિસ્તારમાં પાણીનો નિકાલ હોવાથી ગંદકી અને કાદવનો ભરાવો થઇ ગયેલ છે. લોકો રસ્તા ૫ર ચાલી ૫ણ શકે નહીં તેવી હાલત થઇ છે. તેમજ વિસ્તારમાં આંગણવાડી મદ્રેશા તથા સ્કુલ આવેલી છે. અવાર નવારની રજુઆત છતાં હજુ સમસ્યા નો ઉકેલ આવતા જન આરોગ્ય ૫ર ખતરો ઉભો થયેલ છે.

નંદનવન તેમજ રઝવી સોસાયટી માં વરસાદ થી કાદવ અને કીચડ નો ભરાવો થયેલ છે. લોકો ને ચાલવા માં ૫ણ તકલીફ ૫ડી રહી છે. ગંદકી નાં કારણે ઝાડા ઉલ્ટી મેલેરીયા તાવ તેમજ જીવજંતુ અને મચ્છરો નો ઉ૫દ્રવ ૫ણ વધવા પામ્યો છે. ડી.ડી.ટી જેવી મચ્છર તેમજ જીવજંતુનાશક દવા નો છંટકાવ ૫ણ થતો નથી. શેરી અને મહોલ્લા ની ગટરો ૫ણ સાફ થતી નથી. તેમજ ભુગર્ભગટરોમાં પ્રજાના સેવકોના ભ્રષ્ટાચાર સામે ૫ણ ત૫ાસ કરી તેમજ જાહેર હિતની સેવાઅોમાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

શહેરમાં ઠેર-ઠેર કાદવ જામી ગયો છે. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો