• Gujarati News
  • National
  • લતીપુર ગ્રા. પં. હાઇસ્કૂલમાં રાત્રી મુકામ કાર્યક્રમ યોજાયો

લતીપુર ગ્રા. પં. હાઇસ્કૂલમાં રાત્રી મુકામ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાનાપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના લતીપુર ગામે રાત્રી મુકામ કાર્યક્રમ કલેકટર ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકશાન તેમજ મૃત્યુ પામેલ માનવ અને પશુધન માટે વચગાળાની સહાય નુકશાની અંગેની નોંધ વગેરેને વચગાળાની સહાય મળી રહે તે માટે સરકારમાં રજુઆત કરી તત્કાલીક સહાય ચૂકવવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ કલેકટર માકડીયાએ ઉપસ્થિત ગ્રામજનોને ખાતરી આપી હતી. તેમજ જમીનની રી-સર્વેની કામગીરી, સિંચાઇને થયેલ નુકશાન, એસ.ટી. રૂટ અંગે, વિજ કનેકશન, આરોગ્ય સેવા, રોડ રસ્તા, પશુ રસીકરણ, કુપોષિત બાળકો અંગે, માં અન્નપૂર્ણા યોજના, જેવી વિવિધ યોજના અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમમા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ડી.આર.ડી.એ. નિયામક પાઠક ,જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામણીયા, ગ્રામ્ય ડી.આય.એસ.પી. દોશી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...