જોિડયા એ તાલુકા મથકનું મુખ્ય ગામ છે અને ગામમાં

જોિડયા એ તાલુકા મથકનું મુખ્ય ગામ છે અને ગામમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી એક એમબીબીએસ ડોકટર...

DivyaBhaskar News Network | Updated - Mar 09, 2018, 02:45 AM
જોિડયા એ તાલુકા મથકનું મુખ્ય ગામ છે અને ગામમાં

જોિડયા એ તાલુકા મથકનું મુખ્ય ગામ છે અને ગામમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી એક એમબીબીએસ ડોકટર કાર્યરત છે. આમ ડોકટરની જગ્યા ખાલી હોવાથી જોડિયા તાલુકાના તથા ગામના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી તાલુકા પંચાયતના સદસ્ય સોનલબેન ચિરાગભાઇ વાંક દ્વારા રજુઆત કરાઇ છે અને ડોકટરની ભરતી કરવા માંગ કરાઇ છે.

જોડિયા તાલુકાની એકમાત્ર સામુહિક હોસ્પિટલ હોવાથી દર્દીઓનો ઘસારો મોટા પ્રમાણમાં જાેવા મળતો હોય છે અને એક ડોકટર હોવાના લીધે દર્દીઓને ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હોય છે અને અમુક વખત તો કેસ ગંભીર બની જતા હાેય છે. જેથી ધ્રોલ તાલુકાની સરકારી હોસ્પિટલમાં ચાર ડોકટર કાર્યરત છે. જો ચાર ડોકટરમાંથી એક ડોકટરને ડેપ્યુટેશનથી મુકવામાં આવે તો જોડિયા સરકારી હોસ્પિટલમાં તથા દર્દીઓમાં રાહત થઇ શકે. અામ માત્ર એક ડાેકટરથી ચાલતી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓનો સામનો દર્દીઓ કરી રહયા છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહયા છે. 108 એમ્યુલન્સની સેવા બીજા તાલુકાઓમાં 24 કલાક કાર્યરત છે જયારે જોડિયા તાલુકાને આ સેવા 12 કલાક જ મળે છે તો આ સેવા 24 કલાક શરૂ રહેવી જોઇએ તેવું લોકોમાં માંગ ઉઠવા પામી છે.

X
જોિડયા એ તાલુકા મથકનું મુખ્ય ગામ છે અને ગામમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App