• Gujarati News
  • National
  • ધ્રોલના લતીપુર ગામમાં ભૂગર્ભની લાઇનોમાં ગેરરીતિ અંગે રજૂઆત

ધ્રોલના લતીપુર ગામમાં ભૂગર્ભની લાઇનોમાં ગેરરીતિ અંગે રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લતીપુરેમેઇનબજારમાં રામજી મંદિરથી સરમરીયાદાદા મંદિર સુધી 304 મીટર, ગઢવાસ સરમરીયાદાદાનાં મંદિર સુધી 666 મીટર, રામજી મંદિરથી 364 મીટર, હાઈસ્કુલ સામેથી સરમરીયદાદાનાં મંદિર સુધી 813 મીટર, નવાપરાથી સરમરીયાદાદાનાં મંદિર સુધીનું 532 મીટર અને હીરજી માવજીનાં ઘરથી વોંકળા તરફ જસાપર પીઠડનાં રસ્તે 600 મીટર ભુગર્ભ ગટરનું કામ કરાયું હતું. જેમાં 300 એમ.એમ.નાં વ્યાસનાં પાઇપો નાંખાયા હતાં અને ચુકવણું પણ ૩૦૦ એમ.એમ.નાં પાઇપનું કરાયું છે. તેવી માહિતી અધિનીયમ હેઠળ અપાઇ છે.

ભુગર્ભનાં કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું ચર્ચાઇ રહયું છે. ભુગર્ભ ગટરો અમુક જગ્યાએ અવાર નવાર ભરાઇ જવાનાં અને કુંડીઓ માંથી ગટરનાં પાણી ઓવરફલો થઇ રસ્તા પર આવી જવાનાં બનાવો પણ બન્યા છે. જેને સ્થાનિક લોકોએ જાતે સફાઇ કરી હતી.

લતીપુરનાં આર.ટી.આઇ એકટીવીસ્ટ એન.જે.ઘુમરાનાં જણાવ્યા પ્રમાણે ભુગર્ભ ગટરનાં કામોમાં ઓછા ડાયામીટર વાળા પાઇપો નાંખી બેફામ ભ્રષ્ટાચાર આચરાયો છે. જેને જરુર પડયે પુરાવા આપવાની પણ તેમની તૈયારી હોવાનું જણાવવામાં આવ્યુ હતું.

જરૂર પડ્યે અમે પુરાવાઓ આપીશું

નબળા પાઇપોને કારણે અનેક ગટરના ગંદાં પાણી છલકાયા

અન્ય સમાચારો પણ છે...