• Home
  • Gujarat
  • Jamnagar Jilla
  • Dhrol
  • ધ્રોલમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરમાં લોકોને વારંવાર કુંડીઓ ઓવરફલો

ધ્રોલમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરમાં લોકોને વારંવાર કુંડીઓ ઓવરફલો

DivyaBhaskar News Network

Mar 28, 2018, 02:20 AM IST
ધ્રોલમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરમાં લોકોને વારંવાર કુંડીઓ ઓવરફલો

ધ્રોલમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરમાં લોકોને વારંવાર કુંડીઓ ઓવરફલો થવી, હાઉસ કનેકશનો ન મળવા જેવી અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. લોકોની સગવડતાનાં બદલે અગવડતા ઉભી થઇ છે. આ બાબતે અનેક રજુઆતો છતાં કોઇ પગલાં ન લેવાતા તેમજ તંત્ર દ્વારા પ્રજાનાં સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે ગંભીર બેદરકારી દાખવાઇ રહી હોવાની રાવ સાથે નાગરીકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધ્રોલમાં નવ માસ પહેલા ૨૭ કરોડનાં ખર્ચે નાંખવામાં આવેલ ભુગર્ભ ગટરમાં થોડા સમયમાં જ અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. આ મુદ્દે ભાવિનભાઇ અનડકટ, મનોજભાઇ ચૌહાણ, હરિશભાઇ દવે, મીનાક્ષીબેન શ્રીમાળી સહિતનાં નાગરિકોએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે શહેરમાં વારંવાર ગટરની કુંડીઓ અને ચેમ્બરો ભરાઇ જવાથી ગંદુ દુર્ગધયુકત પાણી ઓવરફલો થવાથી શેરી ગલીઓમાં રાહદારીઓને અને રહેવાશીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કુંડીઓનાં ઢાંકણાઓ તૂટી જવાથી નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ કુંડીઓને રીપેરીંગ પણ કરાવામાં આવતી નથી જેનાં કારણે કુંડીઓમાં કચરો ભરવાથી જામ થઇ જાય છે. ઘણાં બધાં વિસ્તારોમાં લોકોનાં ગંદુ પાણી પાછુ આવે છે. હાલ ઉનાળાનો સમય હોય પાણીનો વપરાસ ઓછો હોય ત્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય તો ચોમાસામાં લોકોની પરેશાની વધે તે સ્વાભાવિક છે. આ બાબતે ભુગર્ભ ગટરનાં કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ પાઇપો તેમજ કુંડીઓની યોગ્ય સફાઇ થાય તે માટે યોગ્ય સુચનાઓ આપી કાર્યવાહી કરાવવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.

X
ધ્રોલમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરમાં લોકોને વારંવાર કુંડીઓ ઓવરફલો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી